નેપાળમાં આવ્યો 6.4નો ભૂંકપ, દિલ્હી, બિહાર, યુપી સહિતના રાજ્યોની ધ્રુજી ધરતી, જુઓ વીડિયો
નેપાળમાં ભૂકંપને કારણે દિલ્હી-યુપી સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હોવાનું કહેવાય છે, જેની ઊંડાઈ 10 કિમી હતી. ખાસ વાત એ છે કે આ ભૂકંપના આંચકા દેશની રાજધાની દિલ્હી, યુપીની રાજધાની લખનઉ અને બિહારની રાજધાની પટના સહિત પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં અનુભવાયા હતા. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

નેપાળમાં ભૂકંપને કારણે દિલ્હી-યુપી સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હોવાનું કહેવાય છે, જેની ઊંડાઈ 10 કિમી હતી. ખાસ વાત એ છે કે આ ભૂકંપના આંચકા દેશની રાજધાની દિલ્હી, યુપીની રાજધાની લખનૌ અને બિહારની રાજધાની પટના સહિત પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં અનુભવાયા હતા. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
શુક્રવારે મોડી રાત્રે દિલ્હી-યુપી સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. જેના આંચકા હરિયાણા, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ અનુભવાયા હતા. પહેલો આંચકો રાત્રે 11:32 કલાકે આવ્યો હતો જે ઘણી સેકન્ડ સુધી ચાલ્યો હતો.
મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકાના કારણે અરાજકતા સર્જાઈ હતી. ભૂકંપનો પહેલો આંચકો રાત્રે 11.32 કલાકે અનુભવાયો હતો. સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, તેનું ઉદગમ કેન્દ્ર નેપાળ હતું, જેની તીવ્રતા આશરે 6.4 માપવામાં આવી હતી. તેની ઉંડાઈ લગભગ 10 કિમી હોવાનું કહેવાય છે. અત્યારે આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધી મળેલા સમાચાર મુજબ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ અને બિહારની રાજધાની પટનામાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા.
Earthquake of Magnitude 6.4 strikes Nepal: National Center for Seismology
Strong tremours felt in Delhi pic.twitter.com/OjSoA1XVOX
— ANI (@ANI) November 3, 2023
મોટા નુકસાનની આશંકા
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 હોવાને કારણે મોટા નુકસાનની આશંકા છે. હવામાન વિભાગ અને ક્લાઈમેટ ચેન્જના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતના જણાવ્યા અનુસાર, ભૂકંપની તીવ્રતા ઘણી વધારે હતી, તે મોટા પાયે જન સંપત્તિનો નાશ કરવામાં સક્ષમ છે. તેમનું કહેવું છે કે આવા ભૂકંપ પછીની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. જોકે દિલ્હી અથવા ઉત્તર પશ્ચિમ આનાથી સુરક્ષિત છે.
The latest information is that it was a major #earthquake of 6.4 intensity in Nepal. Capable of widespread destruction of life and property. Aftershocks possible. I need to panic. #Delhi and NW India are safe. @SkymetWeather @JATINSKYMET https://t.co/PIduGbPegX
— Mahesh Palawat (@Mpalawat) November 3, 2023