બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા દિલિપ ઘોષનું વિવાદીત નિવેદન, ‘પંચાયત ચૂંટણી માટે કાચા વાંસને કાપીને તૈયાર રાખો’ 

Panchayat Election: પંચાયત ચૂંટણીને લઈને બંગાળનું રાજકારણ ગરમાયું છે. રવિવારે બંગાળના બીજેપી નેતા દિલીપ ઘોષે કહ્યું કે પંચાયત ચૂંટણી પહેલા કાચા વાંસને કાપીને તેમાં ગાંઠ પણ એમ જ રહેવા જેથી નિશાન રહી જાય.

બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા દિલિપ ઘોષનું વિવાદીત નિવેદન, 'પંચાયત ચૂંટણી માટે કાચા વાંસને કાપીને તૈયાર રાખો' 
દિલિપ ઘોષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 9:48 PM

જેમ જેમ પશ્ચિમ બંગાળ (West Bengal)માં પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યાંના રાજકીય વાતાવરણમાં પ્રતિદિન ગરમાવો આવી રહ્યો છે. ભાજપના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે (Dilip Ghosh) પક્ષના કાર્યકર્તાઓ અને સમર્થકોને આ વખતે પંચાયત ચૂંટણી માટે કાચા વાંસ કાપી રાખવાનું સૂચન કર્યું છે. રવિવારે તેઓ ભાજપ(BJP)ના ‘ચોર ધરો, જેલ ભરો’ કાર્યક્રમમાં હાજરી આપવા માટે બિષ્ણુપુર ગયા હતા. તે જ સમયે દિલીપ ઘોષે આ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ દિલીપ ઘોષે 13 સપ્ટેમ્બરે કોલકાતામાં ભાજપના ‘નબાન્ન ચલો અભિયાન’ ને લઈને પણ એક સભા સંબોધિત કરી હતી. ત્યાં પણ તેમણે મમતા બેનર્જી અને તૃણમુલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

ભાજપ નેતા ઘોષે કહ્યું, “ગયા વખતે બધી પંચાયતો લૂંટાઈ હતી. ઉમેદવારી જમા કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. અમને અંદર જવા દેવામાં આવ્યા ન હતા, પરંતુ આ વખતે હું ખાલી હાથ નહીં જઉ. હું કાચો વાંસ કાપીને લઈ જઈશ.”

દિલીપ ઘોષે કહ્યું- કાચા વાંસને કાપીને રાખો

દિલીપ ઘોષે પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને કહ્યું “અત્યારથી વાંસને કાપી નાખો અને તેને સૂકવશો નહીં. ઘરની અંદર રાખી લો. વાંસમાં ગઠ્ઠા પણ રહેવા દેજો. જેથી શરીર પર નિશાન પડે. આ અગાઉ પણ બંગાળની રાજનીતિમાં ચૂંટણીના માહોલમાં અનેક પ્રકારના ગરમાગરમ નિવેદનો વારંવાર સાંભળવા મળ્યા છે. બીરભૂમના તૃણમૂલ જિલ્લા અધ્યક્ષ અનુવ્રત મંડળને અગાઉ ઘણી વખત ઢોલ, ગોળ-પતાસા વહેંચવાની વાત કરતા સાંભળવા મળ્યા હતા, પરંતુ હવે તેઓ ગાયની તસ્કરીના આરોપમાં જેલમાં છે. પંચાયત ચૂંટણી અંગે અનુબ્રત મંડલે શનિવારે કહ્યું, “આ વખતે અમે તટસ્થ રહીશું, અમે લડવા માંગીએ છીએ. વિનમ્રતા સાથે મતદાન થશે, સ્વસ્થ મતદાન થશે. જ્યારે અનુબ્રત મંડલ સ્વચ્છ મતદાનની વાત કરી રહ્યા છે તો બીજા જ દિવસે દિલીપ ઘોષે ફરીથી ‘કાચા વાંસ કાપવાનું’ સૂચન કર્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પંચાયતની ચૂંટણીમાં હવે ખાલી હાથ નહીં જાવ

દિલીપ ઘોષે કહ્યું, “અમે ગત વખતે જ્યારે નામાંકન પત્ર ભરવા ગયા હતા, પરંતુ અમને ઉમેદવારી નોંધાવવા માટે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. સાત દિવસ સુધી SDO અને BDO કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો, પરંતુ આ વખતે અમે ખાલી હાથે નહીં જઈએ. તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણી બાદથી જ ભાજપે બંગાળની રાજનીતિમાં પોતાની શક્તિનો વિસ્તાર કરવાનું શરૂ કરી દીધું છે, ગત વિધાનસભા ચૂંટણીમાં ભલે તે 200નો આંકડો પાર કરી શકી ન હતી, પરંતુ ભાજપની સીટોની સંખ્યા તુલનાત્મક રીતે વધી રહી છે, પરંતુ ભાજપ સતત તેની તાકાત વધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">