AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: પહેલીવાર આ RAILWAY STATION પર લગાવવામાં આવી રહ્યા છે DIGITAL LOCKER ROOM, જાણો શું છે ખાસ

ઇન્ડિયન રેલ્વે(INDIAN RAILWAY) દ્વારા મુસાફરોની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રેલ્વેએ મુસાફરોને મોટી ભેટ આપીને વધુ એક સુવિધામાં વધારો કર્યો છે.

IRCTC: પહેલીવાર આ RAILWAY STATION પર લગાવવામાં આવી રહ્યા છે DIGITAL LOCKER ROOM, જાણો શું છે ખાસ
Charmi Katira
| Edited By: | Updated on: Jan 22, 2021 | 1:05 PM
Share

ઇન્ડિયન રેલ્વે(INDIAN RAILWAY) દ્વારા મુસાફરોની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રેલ્વેએ મુસાફરોને મોટી ભેટ આપીને વધુ એક સુવિધામાં વધારો કર્યો છે. ઇન્ડિયન રેલ્વે દ્વારા ડિજિટલ લોકર રૂમ(DIGITAL LOCKER ROOM) લગાવવાનો નિર્ણય કર્યો છે. રેલ્વે દ્વારા મુસાફરોનો સામાન પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશે.

આ ડિજિટલ લોકર રૂમ મુંબઈના દાદર,(DADAR) સીએસએમટી,(CSMT) એલટીટી(LTT) સ્ટેશન પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સ્ટેશનોના ક્લોક રૂમમાં(CLOCK ROOM) આ લોકર લગાવવામાં આવશે. રેલ્વે સ્ટેશનો પર હંમેશા લોકરોની માંગ રહે છે.

ઇન્ડિયન રેલ્વેના જણાવ્યા અનુસાર આ લોકર ફક્ત આરએફઆઈડી(RFID) ટેગ દ્વારા ખોલી શકાય છે. આ એવો પિન હશે જેના દ્વારા આ લોકર ખોલી અને બંધ કરી શકાય છે. આ લોકર બુક કર્યા પછી મુસાફરો પણ આ સેવા માટે ડિજિટલ પેમેન્ટ(DIGITAL PAYMENT)કરી શકશો.

ઇન્ડિયન રેલ્વેના જણાવ્યા અનુસાર, મુસાફરો પહેલા સ્ટેશન પર ઉપલબ્ધ લોકરની પસંદગી કરશે અને ડિજિટલ પેમેન્ટ બાદ સામાન લૉકરમાં રાખવામાં આવશે. મુસાફરો સામાન રાખતાની સાથે જ લોકરમાંથી એક રસીદ બહાર આવશે. આ રસીદ પર ફક્ત ક્યૂઆર કોડ અથવા આરએફઆઈડી કોડ છાપવામાં આવશે.

જ્યારે મુસાફરો આ લૉકરથી સામાન કાઢશો તો આ કોડ સ્કેન કરવાનો રહેશે. એટલે કે સામાન લેતા સમયએ સ્કેનર રસીદને સ્કેન કરવાનું રહેશે. ડીજીલૉકર ખોલવા માટે કયુઆર/બાર કોડ ડિજિટલ તરીકે સ્કેન થશે. આ બાદ લૉકર ખૂલશે અને મુસાફર તેનો સામાન કાઢી શકશે.

આ પણ વાંચો: AADHAAR CARD ના હોવા પર આ સુવિધાઓથી થઈ શકો છો વંચિત? જાણો શું છે UIDAIના નિયમ

g clip-path="url(#clip0_868_265)">