AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ધાર ભોજશાળા ને હાઈકોર્ટે માન્યુ હિંદુ મંદિર, ASI ના પુરાવાઓને ધ્યાને લેતા હિંદુઓના પક્ષમાં આપ્યો ચુકાદો

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈંદોર બેંચ એ ધાર ભોજશાળા મામલામાં ચુકાદો આપતા પરિસરને હિંદુ મંદિર ઘોષિત કર્યુ છે. કોર્ટે ASI ના વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર ભરોસો જતાવતા સરકારને ઐતિહાસિક સંરચનાઓના સંરક્ષણની જવાબદારી આપી છે.

Breaking News: ધાર ભોજશાળા ને હાઈકોર્ટે માન્યુ હિંદુ મંદિર, ASI ના પુરાવાઓને ધ્યાને લેતા હિંદુઓના પક્ષમાં આપ્યો ચુકાદો
| Updated on: May 15, 2026 | 4:19 PM
Share

મધ્યપ્રદેશની હાઈકોર્ટે ધાર ભોજશાળા મામલે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટની ઈંદોર બેંચ એ ચુકાદો આપતા કહ્યુ કે આ પરિસર હિંદુ મંદિર છે. હાઈકોર્ટે હિંદુ પક્ષની માગ પર દાખલ યાચિકા મામલે આ ચુકાદો આપ્યો છે.

શું કહ્યુ કોર્ટે?

ચુકાદામાં કોર્ટે કહ્યુ ભોજશાળાનું મૂળ સ્વરૂપ સંસ્કૃત શિક્ષાનું કેન્દ્ર હતુ. કોર્ટે ASI સર્વે અને વૈજ્ઞાનિક અધ્યયન પર વિશ્વાસ મુક્તા કહ્યુ કે પુરાતત્ત્વ એક વિજ્ઞાન છે અને કોર્ટ વૈજ્ઞાનિક નિષ્કર્ષો પર ભરોસો કરે છે. કોર્ટે કહ્યુ કે સરકારની સંવૈધાનિક જવાબદારી એ છે કે ઐતિહાસિક અને પુરાતાત્વિક મહત્વવાળી સંરચનાઓનું સંરક્ષણ કરવામાં આવે.

‘મુસ્લિમ પક્ષને અલગથી જમીન’

કોર્ટે એ પણ કહ્યુ શ્રદ્ધાળુઓ માટે પાયાની સુવિધાઓ, કાયદો વ્યવસ્થા અને સંરક્ષણ સુનિશ્ચિત કરવુ એ સરકારનું દાયિત્વ છે. મુસ્લિમ પક્ષ ને નમાજ માટે ધાર જિલ્લામાં અલગ જમીન સરકારને લઈને સરકાર સાથે સંપર્ક કરવાની છૂટ આપવામાં આવી છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને ASI ને ભોજશાળા પરિસરના વ્યવસ્થાપન અને સંસ્કૃત શિક્ષણ સાથે જોડાયેલા નિર્ણય લેવા કહ્યુ છે. ASI પરિસરનું સમગ્ર પ્રશાસન અને વ્યવસ્થાપન જારી રાખશે.

હિંદુ સમુદાય ભોજશાળાની દેવી સરસ્વતીને સમર્પિત મંદિર માને છે, જ્યારે મુસલમાન તેને કમાલ મૌલા મસ્જિદ કહે છે, જુલાઈ 2024માં ASI એ વિવાદીત ભોજશાળા-કમાલ-મૌલા મસ્જિદ પરિસરની તેની વૈજ્ઞાનિક સર્વેક્ષણ રિપોર્ટ મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈંદોર બેંચમાં જમા કરી હતી.

શુ છે ઈતિહાસ?

ઈતિહાસની વાત કરીએ તો હજાર વર્ષ પહેલા ધારમાં પરમાર વંશનું શાસન હતુ. અહીં 1000 થી 1055 ઈસ્વી સુધી રાજા ભોજે શાસન કર્યુ. રાજા ભોજ સરસ્વતી દેવીના અનન્ય ભક્ત હતા. તેમણે 1034 ઈસ્વી માં અહીં એક મહાવિદ્યાલયની સ્થાપના કરી. જે બાદમાં ભોજશાળા ના નામથી ઓળખાવા લાગી. રાજા ભોજે બંધાવેલી મહાવિદ્યાલય ભોજશાળા કહેવાઈ. હિંદુઓ તેને સરસ્વતી મંદિર પણ માને છે.

ખીલજીએ 1305 માં ભોજશાળા તોડી પાડી

એવુ કહેવાય છે કે ઈસ 1305માં અલાઉદ્દીન ખીલજીએ ભોજશાળાને ધ્વસ્ત કરી દીધી.  જે બાદ ઈસ 1401માં દિલાવરખાન ગૌરીએ ભોજશાળાના એક ભાગમાં મસ્જિદ બનાવી. ઈસ. 1514 માં મહમૂદ શાહ ખીલજીએ બીજા હિસ્સામાં મસ્જિદ બનાવી. 1875માં અહીં ખોદકામ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન સરસ્વતી દેવીની એક પ્રતિમા નીકળી હતી.

ASI દ્વારા રજૂ કરવામાં આવેલા આવા પુરાવાઓને આધારે હાઈકોર્ટે તેને હિંદુ મંદિર માની હિંદુઓના પક્ષમાં ચુકાદો આપ્યો છે.

Garud Puran: મોક્ષ કેવી રીતે મળે છે? ગરૂડ પુરાણમાં સમજાવ્યો છે આ શબ્દનો યોગ્ય અર્થ- વાંચો

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">