Delhi: ગાઝીપુર મંડીમાં બિનવારસી બેગમાંથી મળી આવ્યો IED, NSG એ નિયંત્રિત બ્લાસ્ટ દ્વારા તેને કર્યો નિષ્ક્રિય

એવું જોવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના અવસર પર અસામાજિક તત્વો અને આતંકવાદીઓ દેશમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે.

Delhi: ગાઝીપુર મંડીમાં બિનવારસી બેગમાંથી મળી આવ્યો IED, NSG એ નિયંત્રિત બ્લાસ્ટ દ્વારા તેને કર્યો નિષ્ક્રિય
Delhi Police Recovers IED - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 4:01 PM

દિલ્હીના ગાઝીપુર મંડીમાં બિનવારસી બેગ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે (Delhi Police) બેગની આસપાસનો વિસ્તાર સાફ કરી દીધો છે. તે જ સમયે ફાયર એન્જિન અને બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે માહિતી અનુસાર બેગમાંથી આઈડી (IED) મળી આવ્યું છે. સાથે જ NSGએ બોમ્બને નિષ્ક્રિય કરવા માટે નિયંત્રિત બ્લાસ્ટ કર્યો હતો. દિલ્હી પોલીસનું કહેવું છે કે એક્સપ્લોઝિવ એક્ટની જોગવાઈઓ હેઠળ સ્પેશિયલ સેલમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. તમામ સુરક્ષા એજન્સીઓ 26 જાન્યુઆરી પહેલા એલર્ટ પર છે. આ સ્થિતિમાં દિલ્હી પોલીસને બિનવારસી બેગ મળી આવતા જ તકેદારી દાખવી હતી.

પોલીસે મંડીને ખાલી કરાવ્યું

26 જાન્યુઆરીના કારણે, દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા શરૂ કરી દીધી છે. સુરક્ષાના સંદર્ભમાં દિલ્હી પોલીસ સતર્કતા દાખવી રહી છે. આ દરમિયાન દિલ્હી બોર્ડર અને મુખ્ય માર્ગો પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. એવું જોવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના અવસર પર અસામાજિક તત્વો અને આતંકવાદીઓ દેશમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે.

પોલીસ અધિકારીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ સાથે, બજાર ખાલી થઈ રહ્યું છે. પોલીસની સાથે NSG અને IBના અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે બેગ ક્યાંથી આવી અને કોને અહીં બેગ રાખી. અત્યાર સુધી આ અંગે કોઈ માહિતી મળી નથી. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ એક્સપર્ટ બેગની તપાસ કરી રહ્યા છે કે તેમાં બોમ્બ કે અન્ય કોઈ ડિવાઈસ છે કે કેમ.

દિલ્હી પોલીસ પર કોરોનાનો કહેર

રાજધાનીમાં કોરોનાના આંકડા સતત વધી રહ્યા છે. તેની અસર દિલ્હી પોલીસ પર પણ જોવા મળી રહી છે. 1 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધીમાં દિલ્હી પોલીસના 1700 કર્મચારીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. દિલ્હી પોલીસે બુધવારે આ જાણકારી આપી. આ પહેલા સોમવારે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે 1000 પોલીસ કોરોના સંક્રમિત જોવા મળી હતી. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓ શારીરિક મીટિંગને બદલે વર્ચ્યુઅલ મીટિંગનો આગ્રહ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ હેડક્વાર્ટરએ પોઝિટીવ જોવા મળતા પોલીસકર્મીઓને હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છે. દિલ્હી પોલીસ હેડક્વાર્ટરમાં એક અલગ ડેસ્ક બનાવવામાં આવ્યું છે. આ ડેસ્ક પર પોલીસકર્મીઓના સ્વાસ્થ્ય સંબંધિત માહિતી અપડેટ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Parliament Budget Session: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે

આ પણ વાંચો : કાશ્મીરમાં ઠંડીનો કહેર યથાવત, ગુલમર્ગમાં સતત છઠ્ઠા દિવસે તાપમાન માઇનસ 10 થી નીચે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">