Delhi-NCR Weather: દિલ્હી-NCRમાં હવામાને પલટો લીધો, જોરદાર પવન સાથે વરસાદ, IMD નું વાંચો Latest Update
શનિવારે સવારે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. સવારે 6:30 વાગ્યે આકાશમાં કાળા વાદળો છવાયા હતા.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
દિલ્હી: દિલ્હી-NCRમાં હવામાને ફરી એકવાર પલટો લીધો છે. આજે એટલે કે શનિવારે સવારે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. સવારે 6:30 વાગ્યે આકાશમાં કાળા વાદળો છવાયા હતા.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 મે સુધી ક્યારેક ગરમ તો ક્યારેક વરસાદી વાતાવરણ રહેશે. જો કે વરસાદના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે. ગાઝિયાબાદ અને નોઈડામાં પણ વરસાદ પડી રહ્યો છે. એકાએક અંધારપટના કારણે વાહનચાલકો માર્ગો પર લાઇટો સળગાવીને વાહન ચલાવતા જોવા મળ્યા હતા. તે જ સમયે, ગુરુગ્રામમાં પણ જોરદાર તોફાન ચાલી રહ્યું છે.
#WATCH | Delhi witnesses a sudden change in weather and receives rainfall this morning. Visuals from near India Gate. pic.twitter.com/pGZMP3Dn2m
— ANI (@ANI) May 27, 2023
IMD અનુસાર, ગુરુગ્રામમાં 30 મે સુધી વરસાદી સિઝન ચાલુ રહેશે. મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેશે. હવામાનમાં આવેલા બદલાવને જોતા IMDએ આગાહી કરી છે કે આ વર્ષે જૂનમાં દેશમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે. EMRCના વડા ડી શિવાનંદના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારત, સુદૂર ઉત્તર ભારત અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં આ વખતે જૂન મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં ઓછો વરસાદ પડશે. તે જ સમયે, પૂર્વોત્તર ભારતમાં વધુ વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં પણ વરસાદી માહોલ
અમદાવાદ શહેરમાં ઢળતી સંધ્યાએ લગભગ તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. ભારે પવન અને ગાજવીજ સાથે અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પશ્ચિમમાં સેટેલાઇટ, જોધપુર, એસજી હાઇવે, ચાંદખેડા, સાબરમતી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. તો પૂર્વમાં મણીનગર, વટવા, અમરાઇવાડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠુ પડ્યું હતુ.
સામાન્ય વરસાદમાં તંત્રની પોલ ખુલી
Ahmedabad: અમદાવાદ શહેરમાં સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. શહેરમાં સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખૂલી હતી. જેમા ગુજરાત યુનિવર્સિટી રોડ પાસે વરસાદને કારણે રોડ બેસી જતા કાર ખાડામાં ખાબકી હતી. મક્તમપુરા લાલીવાલા ફાર્મ પાસે RCC રોડ પર કાર ખાડામાં ખાબકી હતી. જેને ભારે જહેમત બાદ ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.