AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદ શહેરના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન સાથે વાદળછાયુ વાતાવરણ, કેટલાક વિસ્તારોમાં પડ્યો વરસાદ-જુઓ Video

Ahmedabad: અમદાવાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ભારે પવન સાથે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Breaking News: અમદાવાદ શહેરના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન સાથે વાદળછાયુ વાતાવરણ, કેટલાક વિસ્તારોમાં પડ્યો વરસાદ-જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 7:20 PM
Share

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમા વાદળોના ગરજવાની સાથે ભારે પવન ફુંકાઈ રહ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારમે વરસાદી માહોલની હવામાન વિભાગે આગાહી કરી હતી. તારીખ 28 અને 29 મે ના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં પવન સાથે વાદળછાયુ વાતાવરણ બન્યુ છે.શહેરના બોપલ, થલતેજ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને ભારે પવન ફુંકાઈ રહ્યો છે.

એક તરફ હવામાન વિભાગે ચોમાસાને લઇને પૂર્વાનુંમાન કર્યુ છે. બીજી તરફ ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિલ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 અને 29 મે એ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વરસી શકે છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે.

આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. જેના પગલે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : Monsoon Breaking News : કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ચોમાસાને લઇને કર્યુ પૂર્વાનુમાન, જાણો ગુજરાતમાં વરસાદ કેવો રહેશે

કાળઝાળ ગરમીમાં શેકાઇ રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. કેરળમાં 4 જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે છે. IMDએ ચોમાસાને લઇને પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જે મુજબ ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચોમાસુ સામાન્ય રહેશે. ચાલુ વર્ષે 96 ટકા સરેરાશ વરસાદ વરસી શકે છે. જો કે ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ચોમાસુ સામાન્યથી થોડુ ઓછું રહી શકે છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">