Delhi: પાકિસ્તાનના શાહિદ હમીદ નામના વ્યક્તિએ ગૌતમ ગંભીરને ધમકી ભર્યો મેલ મોકલ્યો હતો, દિલ્હી પોલીસે કરી ઓળખ

તાજેતરમાં જ બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે નવજોત સિંહ સિદ્ધુના (Navjot Singh Sidhu) પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના મોટા ભાઈ હોવાના નિવેદન પર હુમલો કર્યો હતો.

Delhi: પાકિસ્તાનના શાહિદ હમીદ નામના વ્યક્તિએ ગૌતમ ગંભીરને ધમકી ભર્યો મેલ મોકલ્યો હતો, દિલ્હી પોલીસે કરી ઓળખ
Gautam Gambhir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 4:26 PM

દેશની રાજધાની દિલ્હીના પૂર્વ દિલ્હી મતવિસ્તારમાંથી ભાજપના સાંસદ (East Delhi BJP MP) અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને (Gautam Gambhir) ધમકી ભર્યો મેલ મોકલનારની દિલ્હી પોલીસના IFSO યુનિટ દ્વારા ઓળખ કરવામાં આવી છે. આ મેઇલ પાકિસ્તાનના શાહિદ હામિદ નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો, તેનું IP એડ્રેસ ઓળખવામાં આવ્યું હતું. હાલ પોલીસની તપાસ સતત ચાલી રહી છે. ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ગત દિવસે બીજેપી સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જોકે, આ કેસમાં ડીસીપીએ કહ્યું કે તપાસ ચાલી રહી છે. તેણે કહ્યું કે ગૌતમ ગંભીરે પોલીસનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આતંકી સંગઠન ISIS કાશ્મીર તરફથી ધમકીઓ મળી છે. ત્યારથી ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે.

નવજોત સિદ્ધુએ પોતાના સંતાનને બોર્ડર પર મોકલવા જોઈએઃ ગૌતમ ગંભીર આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે નવજોત સિંહ સિદ્ધુના (Navjot Singh Sidhu) પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના મોટા ભાઈ હોવાના નિવેદન પર હુમલો કર્યો હતો. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સિદ્ધુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક પાકિસ્તાની અધિકારી ઈમરાન ખાન વતી તેમનું સ્વાગત કરતા જોવા મળે છે અને તે કહેતા સાંભળવા મળે છે કે ખાન તેમના મોટા ભાઈ જેવા છે અને તે તેમને ખૂબ પ્રેમ કરે છે. જે બાદ ગૌતમ ગંભીરે શનિવારે કહ્યું કે, નવજોત સિંહ સિદ્ધુએ તેમના સંતાનને બોર્ડર પર મોકલવા જોઈએ.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કાશ્મીરમાં 40 નાગરિકો અને સૈનિકોની હત્યા પર સિદ્ધુ કોઈ ટિપ્પણી કરતા નથી: ગંભીર ઉલ્લેખનીય છે કે જો તેમના બાળકો સેનામાં હોત તો શું તેઓ કરતારપુર સાહિબમાં ઈમરાન ખાનને પોતાનો મોટો ભાઈ કહેતા હોત. ગંભીરે કહ્યું કે સિદ્ધુ છેલ્લા એક મહિનામાં કાશ્મીરમાં 40 નાગરિકો અને સૈનિકોની હત્યા પર ટિપ્પણી કરતા નથી અને જેઓ ભારતની સુરક્ષા કરવા માંગે છે તેમની વિરુદ્ધ જાય છે.

તેના પર ગૌતમ ગંભીરે કહ્યું કે, સિદ્ધુનું તેનાથી વધુ શરમજનક નિવેદન ન હોઈ શકે. તે પાકિસ્તાનના આર્મી ચીફ બાજવાને ગળે લગાવે છે, તે કરતારપુર સાહિબ જાય છે અને ઈમરાન ખાનને તેનો મોટો ભાઈ કહે છે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ ભારતની રક્ષા કરવા માંગે છે અને દેશની વાત કરે છે ત્યારે સિદ્ધુએ સહકાર આપ્યો ન હતો. તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે?

આ પણ વાંચો : Mumbai 26/11: પરમબીર સિંહે આતંકવાદી કસાબનો છુપાવ્યો હતો ફોન ! નિવૃત્ત ACPનો મોટો ખુલાસો

આ પણ વાંચો : INS Vela Commission : ભારતના દુશ્મનો સાવધાન! સમુદ્રના ‘સાયલન્ટ કિલર’ ભારતીય નૌકાદળમાં સામેલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">