ફેમિલી કોર્ટના છુટાછેડાના નિર્ણયને પડકારતી મહિલાની અરજીને દિલ્હી હાઇકોર્ટે ફગાવી, અપમાનજનક શબ્દ પ્રયોગ એક ક્રુરતા : હાઇકોર્ટ
જસ્ટિસ સંજીવ સચદેવા અને જસ્ટિસ વિકાસ મહાજનની ખંડપીઠે કહ્યું કે, જો કોઈ કપલ એકબીજા માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે તો તે ક્રૂરતા છે. વ્યક્તિ પાસે સતત દુર્વ્યવહાર સાથે જીવન જીવવાની અપેક્ષા રાખી શકાતી નથી.
ઘરેલું વિવાદ દરમિયાન તમારા જીવનસાથી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ક્રૂરતાની શ્રેણીમાં આવશે. દરેક વ્યક્તિને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. આ ટિપ્પણી કરતા દિલ્હી હાઈકોર્ટે ફેમિલી કોર્ટના છૂટાછેડાના નિર્ણયને પડકારતી મહિલાની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ સચદેવા અને જસ્ટિસ વિકાસ મહાજનની ખંડપીઠે કહ્યું કે, જો કોઈ કપલ એકબીજા માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે તો તે ક્રૂરતા છે. વ્યક્તિ પાસે સતત દુર્વ્યવહાર સાથે જીવન જીવવાની અપેક્ષા રાખી શકાતી નથી.
દિલ્હી હાઇકોર્ટે આ કેસમાં નોંધ્યું કે પત્ની કે પતિ બંને દ્વારા થતા અપમાનજનક શબ્દોનો ઉપયોગ ક્રુરતાની શ્રેણીમાં આવે છે. પત્ની દ્વારા પરિવાર પર મરાતા મેણાંટોણાને પણ આ શ્રેણીમાં મુકવામાં આવી છે. આ કેસમાં મહિલાએ પતિ પર ઓફિસમાં મહિલા કર્મચારી સાથેના સંબંધો મામલે પણ આરોપ લગાવ્યા હતા. પતિએ આ મામલે કોઇ દલીલ કરી ન હતી. તો પતિએ પત્ની સામે દલીલ રજુ કરી હતી કે તે જયારે પણ ઝઘડો કરતી ત્યારે તેનું અને પરિવારનું અપમાન કરતી. અને, પોતાના પિતાની મોટી પહોંચ હોવાની પણ ધમકી આપતી હતી.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
