Delhi: કોરોના બન્યો બેકાબૂ, સતત બીજા દિવસે 3,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા

દેશની રાજધાની દિલ્લીમાં (Delhi) કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે સતત બીજા દિવસે પણ સાડા ત્રણ હજારથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 3, 567 કેસ સામે આવ્યા છે.

  • tv9 webdesk39
  • Published On - 20:51 PM, 3 Apr 2021
Delhi: કોરોના બન્યો બેકાબૂ, સતત બીજા દિવસે 3,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા

દેશની રાજધાની દિલ્લીમાં (Delhi) કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે સતત બીજા દિવસે પણ સાડા ત્રણ હજારથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 3, 567 કેસ સામે આવ્યા છે. સાથે જ 2,904 દર્દીઓ સાજા થયા તો 10 દર્દીઓના મૃત્યુ પણ થયા છે. હાલમાં રાજધાની દિલ્લીમાં કોરોના સંક્રમણનો દર 4.48 ટકા જેટલો છે. જે ગત વર્ષના ડિસેમ્બર બાદ સૌથી વધારે છે.

 

 

ગત 24 કલાકમાં થયેલા 10 મોત બાદ દિલ્લીમાં મોતનો આંકડો 11,060 થઈ ચૂક્યો છે સાથે જ સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 12, 647 છે. જે ગત વર્ષની 16 ડિસેમ્બર બાદ સૌથી વધુ છે. 16 ડિસેમ્બરના રોજ 13, 261 પોઝિટીવ દર્દીઓ હતા. હોમ આઈસોલેશનનો આંકડો પણ 6 હજારથી વધુ થઈ ચૂક્યો છે. હાલમાં દિલ્લીમાં 6,569 લોકો હોમ આઈસોલેશનમાં છે. 17 ડિસેમ્બરે આ આંકડો 7,168 હતો. સાથે જ સક્રિય કોરોના પોઝિટીવ દર્દીઓનો દર 1.88 ટકા છે. ગત વર્ષે 17 ડિસેમ્બરના રોજ સક્રિય દર્દીઓની સંખ્યા 1.98 હતી.

 

ઉપરાંત રિકવરી દર 96.47 ટકા પર આવી ગયો છે. 19 ડિસેમ્બર 2020 પછીનો આ સૌથી નીચો દર છે. 19 ડિસેમ્બરે રિકવરી દર 96.65 ટકા હતો. હાલમાં દિલ્હીમાં કુલ 6,72,381 કોરોના કેસ છે. સાથે જ 6,48,674 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં કોરોનાના 79,617 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના પરીક્ષણનો કુલ આંકડો 1,48,20,857 પર પહોંચ્યો છે.

 

આ પણ વાંચો: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કોરોના સંક્રમિત