ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કોરોના સંક્રમિત

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાપણ કોરોના સંક્રમિત થયા છે. આ અંગેની માહિતી તેમણે પોતે જ  ટ્વીટ કરીને આપી છે. રાજ્યના મંત્રી જ કોરોના સંક્રમિત થતા સરકારની ચિંતા વધી છે. આ ઉપરાંત અમદાવાદમાં પોલીસ કમિશ્નર કચેરીમાં પણ બે પીએસઆઈનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

  • tv9 webdesk33
  • Published On - 19:56 PM, 3 Apr 2021
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કોરોના સંક્રમિત
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કોરોના સંક્રમિત

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી Pradipsinh Jadeja  પણ કોરોના સંક્રમિત થયા છે. આ અંગેની માહિતી તેમણે પોતે જ  ટ્વીટ કરીને આપી છે. રાજ્યના મંત્રી જ કોરોના સંક્રમિત થતા સરકારની ચિંતા વધી છે. આ ઉપરાંત અમદાવાદમાં પોલીસ કમિશ્નર કચેરીમાં પણ બે પીએસઆઈનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

Pradipsinh Jadeja  એ ટ્વીટ કરીને લખ્યું છે કે  “મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવેલ જેનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.”

આ ઉપરાંત રાજ્યના કોરોનાના  કેસ વધતાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ કાર્યને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. કોર કમિટીના નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઇને સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 9ની તમામ શાળાઓમાં સોમવાર 5 એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યા સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓએ આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના ઉદ્દેશ્ય થી આ નિર્ણય કર્યો છે.

જયારે ગુજરાતમાં લૉકડાઉન અંગેનો સવાલ પૂછતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે હાલ કોઈ વિચારણા નથી, જો જનતા યોગ્ય રીતે માસ્ક પહેરે, પહેરાવે, સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરે અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે તો કોરોનાને નાથી શકાશે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૨૮૧૫ કેસ

ગુજરાતના કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. જેમાં આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૨૮૧૫ કેસ નોંધાયા છે. તેમજ ૨૦૬૩ લોકો સાજા થયા છે. તેમજ ૧૩ લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયાં છે. જેમાં આજે મૃત્યુ પામેલામાં સુરતના 5, અમદાવાદના ૪, ભાવનગરના ૧, રાજકોટ ૧, તાપી ૧ અને વડોદરાના ૧ દર્દીનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા ૧૪૨૯૮ પર પહોંચી છે. જેમાં ૧૬૧ લોકો વેન્ટીલેટર પર છે અને ૧૪૧૩૭ લોકો સ્ટેબલ છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી ૨,૯૬, ૭૧૩ લોકો સાજા થયા છે. તેમજ કુલ ૪૫૫૨ લોકોના મૃત્યુ થયાં છે.