દિલ્લી બન્યુ દુનિયાનું સૌથી વધુ CCTV કેમેરા ધરાવતુ શહેર, વિશ્વના તમામ મોટા શહેરોને પછાડ્યા

TV9 GUJARATI

|

Updated on: Aug 27, 2021 | 3:03 PM

દિલ્લીમાં હમણાં સુધી 2.75 લાખ સીસીટીવ લગાવવામાં આવ્યા છે અને હજી 1.4 લાખ સીસીટીવી લગાવવામાં આવશે. હાલમાં તે ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.

દિલ્લી બન્યુ દુનિયાનું સૌથી વધુ CCTV કેમેરા ધરાવતુ શહેર, વિશ્વના તમામ મોટા શહેરોને પછાડ્યા
Delhi became the city with the highest number of CCTV cameras in the world

Follow us on

ભારતની રાજધાની દિલ્લીએ (Delhi) વિશ્વના મોટા મોટા શહેરોને પાછળ છોડીને સૌથી વધુ સીસીટીવ (CCTV Camera) હોવાનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. દિલ્લીએ આ મામલે વિક્સીત દેશના મોટા મોટા શહેરોને પણ પાછળ છોડી દીધુ છે. દિલ્લીમાં પ્રતિ વર્ગ મીલ 1826 સીસીટીવી કેમેરા લાગેલા છે જે ચેન્નાઇ કરતા ત્રણ ગણા વધુ અને મુંબઇ કરતા 11 ગણા વધુ છે.

આ ઉપલબ્ધી પર ખુશી જાહેર કરતા સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યુ કે, અમને આ જણાવતા ખુશી થઇ રહી છે કે દિલ્લીએ પ્રતિ વર્ગ મીલ સૌથી વધુ સીસીટીવી કેમરા લગાવવાની બાબતમાં શાંઘાઇ, ન્યૂયોર્ક અને લંડન જેવા શહેરોને પાછળ છોડી દીધા છે. દિલ્લીમાં પ્રતિ વર્ગ મીલ 1826 કેમેરા લાગેલા છે, જ્યારે લંડનમાં પ્રતિ વર્ગ મીલ 1138 કેમેરા લાગેલા છે. મિશન મોડ પર કામ કરનાર અમારા અધિકારીઓ અને એન્જીનિયરોને મારી શુભેચ્છા, જેમની મદદથી અમે આટલા ઓછા સમયમાં આ ઉપલબ્ધી મેળવી લીધી છે.

પ્રોજેક્ટ પાસ કરાવવા માટે ધરણા કરવા પડ્યા હતા

કેજરીવાલ સરકારે દિલ્લીના નાગરીકોની સુરક્ષાને લઇને સમગ્ર દિલ્લીને સીસીટીવી કેમેરા હેઠળ કવર કરવાની યોજના બનાવી હતી. દિલ્લી સરકારનું કહેવુ છે કે જ્યારે સીસીટીવી પ્રોજેક્ટના પ્રયાસને વેગ આપવાનો પ્રયત્ન થઇ રહ્યો હતો, ત્યારે કેન્દ્ર સરકાર અને એલજી દ્વારા ઘણા પ્રકારની સમસ્યાઓ ઉભી કરવામાં આવી હતી. સીસીટીવી પ્રોજેક્ટની ફાઇલને એલજી દ્વારા રોકી પણ દેવામાં આવી હતી. આ પ્રોજેક્ટને પાસ કરાવવા માટે સી.એમ. કેજરીવાલ અન્ય મંત્રીયો સાથે એલજી હાઉસની બહાર ધરણા પર પણ બેઠા હતા.

બીજા 1.4 લાખ સીસીટીવી લગાવવામાં આવશે

દિલ્લીમાં હમણાં સુધી 2.75 લાખ સીસીટીવ લગાવવામાં આવ્યા છે અને હજી 1.4 લાખ સીસીટીવી લગાવવામાં આવશે. હાલમાં તે ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે. આ કેમેરાને પણ આવનાર 7 મહિનાની અંદર લગાવી દેવામાં આવશે. સીસીટીવી હેઠળ કોલોનીઝ અને ઝૂપડીઓ સહિત દિલ્લીના બધા જ વિસ્તારને કવર કરવામાં આવી રહ્યા છે.

ટોપ -15 શહેરો

દિલ્લી – 1826 લંડન – 1138 ચેન્નઇ – 609 શેન્ઝેન (ચીન) – 520 કિંગદાઓ – 415 શાંઘાઇ – 408 સિંગાપુર – 387 ચાંગ્શા – 335 સિયોલ – 331 જિયામી – 228 મોસ્કો – 210 ન્યૂયોર્ક – 193 બેઇજિંગ – 181 તાઇયુઆન – 174 સૂજૌ – 165

આ પણ વાંચો –

ગુજરાતમાં સિવિલ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ CM રૂપાણીને પત્ર લખ્યો

આ પણ વાંચો –

159 કરોડના બેંક લોન છેતરપિંડી કૌભાંડ મામલે CBIએ બે હોટલના પ્રમોટરો સામે નોંધ્યો ગુનો, જાણો સમગ્ર મામલો

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati