ગુજરાતમાં સિવિલ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ CM રૂપાણીને પત્ર લખ્યો
Scindia's Letter to CM Rupani : કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ CM વિજય રૂપાણીને પત્ર લખી રાજ્યમાં એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા સૂચન કર્યું.
DELHI : દેશમાં હાલ નાગરિક ઉડ્ડયન એટલે કે સિવિલ એવિએશન ક્ષેત્રે ધરખમ ફેરફારો અને સુધારાઓ થઇ રહ્યાં છે. આ દિશામાં હાલમાં જ દેશના ઘણા શહેરોમાં એર કનેક્ટિવિટી વધારવા જુદા જુદા શહેરો વચ્ચે નવી વિમાની સેવા શરૂ કરવામાં આવી, તો આ સાથે જ નવી ડ્રોન પોલિસી પણ જાહેર કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સિવિલ એવિએશન ક્ષેત્રે થતા મોટા પરિવર્તનો અંગે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ CM વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. દેશમાં 20 હજાર કરોડના ખર્ચે સિવિલ એવિએશન ક્ષેત્રે વિકાસ અને વિસ્તરણનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના એરપોર્ટના વિકાસ અને વિસ્તાર માટે સૂચન કરવામાં આવ્યું છે.