159 કરોડના બેંક લોન છેતરપિંડી કૌભાંડ મામલે CBIએ બે હોટલના પ્રમોટરો સામે નોંધ્યો ગુનો, જાણો સમગ્ર મામલો

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ પંજાબ નેશનલ બેંક અને પંજાબ સિંધ બેંક સાથે 159 કરોડથી વધુની છેતરપિંડી કરવા બદલ બે હોટલ અને તેમના પ્રમોટરો સામે કેસ નોંધ્યો છે,

159 કરોડના બેંક લોન છેતરપિંડી કૌભાંડ મામલે CBIએ બે હોટલના પ્રમોટરો સામે નોંધ્યો ગુનો, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ પંજાબ નેશનલ બેંક અને પંજાબ સિંધ બેંક સાથે 159 કરોડથી વધુની છેતરપિંડી કરવા બદલ બે હોટલ અને તેમના પ્રમોટરો સામે કેસ નોંધ્યો છે,

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ 159 કરોડથી વધુની લોન છેતરપિંડી માટે બે હોટલ. સપ્તર્ષિ હોટેલ્સ અને મહા હોટેલ્સ પ્રોજેક્ટ્સના પ્રમોટરો સામે ગુનો નોંધ્યો છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપી કંપનીઓએ પંજાબ નેશનલ બેન્ક (PNB) અને પંજાબ એન્ડ સિંધ બેન્ક (PSB) દ્વારા લોન મેળવેલા ભંડોળને તેમના અંગત હેતુઓ માટે ડાઈવર્ટ કરીને ગેરઉપયોગ કર્યો છે.

હોટલોએ ધંધાકીય હેતુ માટે બેંકો પાસેથી ધિરાણની સુવિધા મેળવી પરંતુ તેને પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે ડાયવર્ટ કરી. મે 2016માં લોન ખાતું એનપીએમાં સરકી ગયું હતું. બેંકો દ્વારા અનેક રિમાઇન્ડર્સ હોવા છતાં કંપનીઓ ફોરેન્સિક ઓડિટ કરવા માટે જરૂરી માહિતી ઓડિટરને સબમિટ કરવામાં નિષ્ફળ રહી હતી.

વધુમાં, એવું જાણવા મળ્યું હતું કે કંપનીઓએ કોન્સોર્ટિયમની બહાર ભંડોળને રૂટ કર્યું હતું. બંને કંપનીઓએ કોન્ટ્રાક્ટરો અને સપ્લાયર્સ સાથે મળીને ભંડોળને કથિત રીતે વાળવા માટે તેઓએ મ્યુચ્યુઅલ ફંડમાં પણ ભંડોળનું રોકાણ કર્યું છે અને રકમ કંપની દ્વારા ઉપાડવામાં આવી હતી અને બેન્કોને પરત કરવામાં આવી ન હતી.

બેંકો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, મહા હોટલ પ્રોજેક્ટ્સ અને તેના પ્રમોટરો સપ્તર્ષિ હોટેલ્સનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પીએનબી દ્વારા 108.67 કરોડ રૂપિયા અને પીએસબી દ્વારા 96.33 કરોડ રૂપિયાની ક્રેડિટ સુવિધા મંજૂર કરવામાં આવી હતી, પરંતુ લોનની સમયસર ચુકવણી સુરક્ષિત કરવા માટે જરૂરી સિક્યોરિટીઝ આપવામાં નિષ્ફળ રહ્યા હતા.

સીબીઆઈએ શોધી કા્ઢયું કે, કંપનીઓએ બેંકોના ભંડોળનો દુરુપયોગ કર્યો અને બેંકોના ખર્ચે તેમને ખોટો ફાયદો આપ્યો. ફરિયાદના આધારે સીબીઆઈએ કેસ નોંધ્યો અને તપાસ હાથ ધરી છે.

CBIએ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ હિંસા મામલે 9 કેસ કર્યા દાખલ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ મતદાન બાદની હિંસા (Post Poll Violence) દરમિયાન મહિલાઓ સામેના ગુના અને હત્યાના (Murder) કેસોની તપાસ કરતી સીબીઆઈ (CBI) ટીમ હવે એક્શનમાં આવી છે. વિધાનસભાની ચૂંટણી બાદ હિંસાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે, સીબીઆઈએ (CBI) જોઈન્ટ ડિરેક્ટરના નેતૃત્વમાં ચાર ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમ હિંસાગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈ રહી છે.

આ પણ વાંચો: Rajasthan : મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા સવાઈ માનસિંહ હોસ્પિટલમાં કરાયા દાખલ

આ પણ વાંચો: ‘અમારા સૈનિકોએ હજારો લોકોના જીવ બચાવતાં પોતાના જીવનું બલિદાન આપ્યુ છે,’ આતંકી હુમલાને લઇને બોલ્યા કમલા હેરિસ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati