રક્ષા મંત્રી રાજનાથ સિંહે રામાનુજાચાર્ય સહસ્રાબ્દી સમારોહમાં ભાગ લીધો, કહ્યું દેશની સંસ્કૃતિ વિવિધતાથી ભરેલી છે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે શહેરની બહાર આવેલા મુચિન્તલ ખાતે ચિન્ના જીયાર સ્વામી આશ્રમ ખાતે આયોજિત રામાનુજાચાર્ય સહસ્રાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગુરુવારે હૈદરાબાદ પહોંચ્યા અને શહેરની બહાર આવેલા મુચિન્તલમાં ચિન્ના જીયાર સ્વામી આશ્રમમાં (Chinna Jeeyar Swamy Ashram) આયોજિત રામાનુજાચાર્ય સહસ્રાબ્દી સમારોહમમાં (Ramanujacharya Sahasrabdi Samaroham) ભાગ લીધો. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, દેશની સંસ્કૃતિ વિવિધતાઓથી ભરેલી છે. તેમણે કહ્યું કે, મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે, માનવ ઈતિહાસની મહાન હસ્તીઓમાંથી એક સ્વામી રામાનુજાચાર્યજીના અવતારના સહસ્ત્રાબ્દી વર્ષની ઉજવણીમાં, મને તમારા બધા મહાન વ્યક્તિત્વોની વચ્ચે હાજર રહેવાનો અવસર મળ્યો છે. .
તેમણે કહ્યું, હું સ્વામી રામાનુજની આ ભવ્ય અને વિશાળ પ્રતિમાને, સ્ટેચ્યુ ઓફ ઈક્વોલિટી, તેમના પુનર્જન્મ તરીકે જોઉં છું. મારું માનવું છે કે આ પ્રતિમા દ્વારા ભવિષ્યમાં તેમના ઉપદેશો, આદર્શો અને મૂલ્યોનો યુગો યુગો સુધી પ્રચાર થતો રહેશે.
રાજનાથ સિંહે કહ્યું કે, આપણા દેશની સંસ્કૃતિ શરૂઆતથી જ વિવિધતાથી ભરેલી છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખિત સુર, અસુર, નાગ, યક્ષ અને કિન્નર જાતિઓથી લઈને આજદિન સુધી અનેક જાતિઓ, ધર્મો, તત્વજ્ઞાન અને સંપ્રદાયો સમગ્ર વિશ્વમાં ભારતની વિશિષ્ટતાનું કારણ રહ્યા છે. મને લાગે છે કે સ્વામી રામાનુજાચાર્યજી પણ એક મહાન ‘સેતુપુરુષ’ હતા જેમણે આવી વિવિધતાઓમાં સંતુલન લાવ્યા હતા.
હૈદરાબાદ જતા પહેલા રાજનાથ સિંહે ટ્વીટ કરીને પોતાની મુલાકાતની માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેઓ રામાનુજાચાર્યના સહસ્ત્રાબ્દી સમારોહમાં ભાગ લેવા માટે દિલ્હી છોડી રહ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહેલા આરએસએસના વડા મોહન ભાગવત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે બુધવારે સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીની મુલાકાત લેવા હૈદરાબાદ પહોંચ્યા હતા. મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી ઉજવણીમાં ભાગ લેવા હૈદરાબાદ પહોંચ્યા હતા. તેમણે આશ્રમમાં ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે આશ્રમમાં બનેલા 108 દિવ્યદેશમ (મંદિર)માં પૂજા પણ કરી હતી.
આ પણ વાંચો –
Corona: કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ પણ લાંબા સમયથી કોવિડની સમસ્યાનો કરી રહ્યા છે સામનો
આ પણ વાંચો –
Corona Virus: દેશમાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે, આરોગ્ય મંત્રાલયે કહ્યું- રાહતના સમાચાર પરંતુ સાવચેત રહેવું પડશે
આ પણ વાંચો –