AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમ કોર્ટે વિજય માલ્યા વિરુદ્ધ અવમાનના કેસની સુનાવણી 24 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી, કોર્ટમાં હાજર થવા માટે આપ્યો બે અઠવાડિયાનો સમય

સુપ્રીમ કોર્ટે ભાગેડુ વિજય માલ્યા સામેના અવમાનના કેસની સુનાવણી 24 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે. માલ્યાને રૂબરૂ અથવા વકીલ મારફત કોર્ટમાં હાજર થવાની છેલ્લી તક તરીકે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે વિજય માલ્યા વિરુદ્ધ અવમાનના કેસની સુનાવણી 24 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી, કોર્ટમાં હાજર થવા માટે આપ્યો બે અઠવાડિયાનો સમય
Vijay Mallya - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 6:12 PM
Share

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ભાગેડુ વિજય માલ્યા (Vijay Mallya) સામેના અવમાનના કેસની સુનાવણી 24 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે. માલ્યાને રૂબરૂ અથવા વકીલ મારફત કોર્ટમાં હાજર થવાની છેલ્લી તક તરીકે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જો વિજય માલ્યા આમ કરવામાં નિષ્ફળ જશે તો કોર્ટ આ મામલાના તાર્કિક નિષ્કર્ષ પર આવશે. વિજય માલ્યા હાલ બ્રિટનની રાજધાની લંડનમાં રહે છે. બ્રિટનમાં પાંચ વર્ષથી વધુ સમયથી રહેતા માલ્યાની મુશ્કેલીઓ ત્યાં પણ ઓછી નથી થઈ રહી. વાસ્તવમાં, ધિરાણકર્તાઓ લંડનમાં માલ્યાના ઘરે પહોંચી રહ્યા છે, જેની પાસેથી માલ્યાએ લોન લીધી હતી.

બ્રિટનની એક અદાલતે કહ્યું હતું કે જો વિજય માલ્યા બેંકની લોન ચૂકવવામાં અસમર્થ હોય તો બેંક તેની સંપત્તિનો કબજો લઈ શકે છે. કિંગફિશર એરલાઈન્સના 65 વર્ષીય ભૂતપૂર્વ બોસ પણ નિર્ણય સામે અપીલ કરવા માગે છે. જોકે, હાઈકોર્ટના જસ્ટિસનું કહેવું છે કે આ કેસમાં માલ્યાને રાહત મળવાની નથી અને તેણે ઘર ખાલી કરવું પડી શકે છે.

ગયા મહિને સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી

આ પહેલા 18 જાન્યુઆરીએ વિજય માલ્યા વિરૂદ્ધ અવમાનના કેસમાં સુનાવણી થવાની હતી. પરંતુ જસ્ટિસ યુ.યુ. લલિત અને જસ્ટિસ હૃષિકેશ રોયની બેંચની ગેરહાજરીને કારણે સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં, વિદેશ મંત્રાલયે સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક નોંધ રજૂ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે માલ્યાના પ્રત્યાર્પણની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે.

જસ્ટિસ લલિતે કહ્યું હતું કે અમે માલ્યા માટે ઘણી રાહ જોઈ છે. તે સ્પષ્ટ છે કે જો આ વ્યક્તિએ કાર્યવાહીમાં ભાગ લેવો હોત, તો તે અહીં આવ્યો હોત, પરંતુ તે આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, 2017માં માલ્યાને સુપ્રીમ કોર્ટની અવમાનના માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. માલ્યાએ પોતાની સંપત્તિની વિગતો ન આપીને આવું કર્યું.

આ પછી કોર્ટે માલ્યાને 10 જુલાઈ 2017ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તે સમયે બ્રિટનની કોર્ટમાં ચાલી રહેલી કેટલીક કાર્યવાહીને કારણે સુપ્રીમ કોર્ટના નિર્દેશો છતાં તેને અહીં હાજર કરી શકાયો ન હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે કોર્ટે માલ્યાને તેની મિલકતો અંગે પણ પૂછપરછ કરી હતી. પરંતુ તેણે સાચો જવાબ આપ્યો ન હતો.

આ પણ વાંચો : Karnataka Hijab Row: કર્ણાટક હાઈકોર્ટે કહ્યું- નિર્ણય ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ હિજાબ પહેરવાનો આગ્રહ ન રાખવો જોઈએ

આ પણ વાંચો : UP Assembly Election: અખિલેશ યાદવે બિજનૌરમાં કહ્યું- જે રીતે મતદાન થઈ રહ્યું છે, લાગે છે કે ચૂંટણીનું પરિણામ આજે સાંજે જ આવી જશે

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">