AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈયરફોન લગાવી ગેમ રમતા યુવાનને થયું ‘બ્રેઈન હેમરેજ’, ઓનલાઇન ગેમની લતે હસતા-રમતા યુવકનો પરિવાર વિખેરી નાખ્યો

ઓનલાઇન ગેમનો નશો હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. એક 22 વર્ષના યુવકનું ગેમ રમતા-રમતા મોત થયું છે. કાનમાં ઈયરફોન લગાવીને ગેમ રમતી વખતે તેનું બ્લડ પ્રેશર (BP) 300 સુધી પહોંચી ગયું હતું, જેના કારણે તેના મગજની નસ ફાટી ગઈ હતી.

Breaking News: ઈયરફોન લગાવી ગેમ રમતા યુવાનને થયું 'બ્રેઈન હેમરેજ', ઓનલાઇન ગેમની લતે હસતા-રમતા યુવકનો પરિવાર વિખેરી નાખ્યો
| Updated on: Feb 09, 2026 | 2:03 PM
Share

મેરઠના દેહલી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ઓનલાઇન ગેમિંગ દરમિયાન એક 22 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. પરિવારોના જણાવ્યા અનુસાર, ગેમ રમતી વખતે તેનું બ્લડ પ્રેશર ખૂબ જ વધી ગયું હતું, જેના કારણે તેની તબિયત સતત બગડતી ગઈ હતી. તેના મૃત્યુ પાછળનું કારણ મગજની નસ ફાટી જવી એટલે કે બ્રેઈન હેમરેજ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઓનલાઇન ગેમિંગનો ભયાનક અંત

મૃતક યુવકની ઓળખ ખેરનગર ગૂલર વાલી વિસ્તારના રહેવાસી મોહમ્મદ કૈફ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, કૈફ લાંબા સમયથી ઓનલાઇન ગેમિંગમાં વધુ સમય વિતાવતો હતો. ઘટનાના દિવસે તે કાનમાં ઈયરફોન લગાવીને મોબાઈલ પર ગેમ રમી રહ્યો હતો. આ દરમિયાન તેને માથામાં અચાનક અસહ્ય દુખાવો અને બેચેની થવા લાગી હતી. જોત-જોતામાં તે બેહોશ થઈને નીચે ઢળી પડ્યો હતો.

પરિવારજનો તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં બે દિવસ સુધી તેની સારવાર ચાલી પરંતુ ડોક્ટરોની તમામ કોશિશ છતાં તેનો જીવ બચી શક્યો નહોતો.

બ્લડ પ્રેશર 300 ને પાર

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે તેને દાખલ કરવામાં આવ્યો ત્યારે તેનું બ્લડ પ્રેશર 300 ને પાર કરી ગયું હતું, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી માનવામાં આવે છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે, તેઓને તેની ગેમ રમવાની લત વિશે પૂરી જાણકારી નહોતી અને તેઓ આ બાબતે વધુ બોલવાનું ટાળી રહ્યા છે.

મહોલ્લાના લોકોના મતે કૈફ કલાકો સુધી મોબાઈલ પર ગેમ રમ્યા કરતો હતો. આ પહેલા પણ ગેમિંગની લતને કારણે ગાઝિયાબાદમાં ત્રણ બહેનોએ આત્મહત્યા કરી હતી. આ તમામ કિસ્સાઓને ધ્યાનમાં રાખીને ડોક્ટરોનું કહેવું છે કે, વધુ પડતો તણાવ, ઉત્તેજના અને લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેવાથી યુવાનોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">