Cyclone Remal : વાવાઝોડા ‘રેમલ’એ મચાવી તબાહી, ભારે વરસાદ અને પવનથી વૃક્ષો ઉખડી ગયા, અનેક ટ્રેનો રદ
વાવાઝોડા રેમલને કારણે ભારે વરસાદ અને ભારે પવન ફુંકાઇ રહ્યો છે. કોલકાતાના અલીપોરથી પશ્ચિમ બંગાળ સુધીના ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. એનડીઆરએફની ટીમે રાતોરાત તેને કાપીને વરસાદ વચ્ચે રસ્તા પરથી હટાવીને રસ્તો સાફ કર્યો છે.
વાવાઝોડા રેમલને કારણે ભારે વરસાદ અને ભારે પવન ફુંકાઇ રહ્યો છે. કોલકાતાના અલીપોરથી પશ્ચિમ બંગાળ સુધીના ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. એનડીઆરએફની ટીમે રાતોરાત તેને કાપીને વરસાદ વચ્ચે રસ્તા પરથી હટાવીને રસ્તો સાફ કર્યો છે.
વાવાઝોડા રેમલ પશ્ચિમ બંગાળમાં તબાહી મચાવી છે. જે બાદ વાવાઝોડાનો કહેર સર્વત્ર જોવા મળી રહ્યો છે. તેની અસરને કારણે પશ્ચિમ બંગાળમાં બીરભૂમ, નાદિયા, બાંકુરા, પૂર્વ બર્દવાન, પૂર્વ મેદિનીપુર, ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, કોલકાતા, બિધાનનગરના વિવિધ સ્થળોએ ભારે વરસાદ થયો હતો. અલીપુર, સાગર ટાપુ, કાલીઘાટમાં સતત વરસાદ થઈ રહ્યો છે.
NDRFની ટીમે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યુ
બંગાળમાં ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે તબાહી સર્જાઈ હતી, અનેક વૃક્ષો તૂટી પડ્યા હતા, સતત વરસાદને કારણે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. જે બાદ NDRFની ટીમે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ટ્રાફિક જાળવવા માટે એનડીઆરએફની ટીમે વરસાદ વચ્ચે સાગર બાયપાસ રોડ પાસે પડેલા વૃક્ષને રોડ પરથી હટાવી દીધું હતું. કોલકાતાના અલીપોરમાં પણ ભારે વરસાદ અને ભારે પવન વચ્ચે વિશાળ વૃક્ષો જમીન પર પડ્યા હતા, જેને NDRFની ટીમે રાતોરાત કાપી નાખ્યા હતા અને વરસાદ વચ્ચે રસ્તા પરથી હટાવીને રસ્તો સાફ કર્યો હતો.
#WATCH | Kolkata, West Bengal: Roads being cleared after trees uprooted amid the heavy downpour and strong winds, in Alipur#CycloneRemal pic.twitter.com/Q2AQw5tNij
— ANI (@ANI) May 26, 2024
અનેક ટ્રેન રદ કરવામાં આવી
રેમલ વાવાઝોડાની શું થઈ અસર? પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કોલકાતામાં આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા હતા. આ વાવાઝોડાથી બંગાળનું સુંદરબન સૌથી વધુ પ્રભાવિત થયું છે. ઈસ્ટર્ન અને સાઉથ ઈસ્ટર્ન રેલવેએ ઘણી ટ્રેનો રદ કરી છે.
ભારે વરસાદથી અનેક સમસ્યા
ભારે વરસાદથી સમસ્યા સર્જાઇ રહી છે,ભારે પવન સમસ્યામાં વધારો કરી રહ્યો છે. ભારે વરસાદ અને પવનના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને અનેક વૃક્ષો તૂટીને રસ્તાઓ પર પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખતરનાક ચક્રવાતી વાવાઝોડું “રેમલ” પશ્ચિમ બંગાળના સાગર ટાપુઓથી લગભગ 110 કિમી પૂર્વમાં ઉત્તર બંગાળની ખાડીમાં ત્રાટક્યું છે, તે લગભગ ઉત્તર તરફ આગળ વધશે અને બાંગ્લાદેશના સાગર ટાપુઓ અને ખેપુપારા અને તેની આસપાસના પશ્ચિમ બંગાળ વચ્ચે લેન્ડફોલ કરશે. બંગાળના કિનારા પાર કરશે. તે આગામી 3 કલાકમાં મોંગલા (બાંગ્લાદેશ) તરફ આગળ વધશે.
વરસાદ ચાલુ રહેશે
આ વાવાઝોડું રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળમાં ત્રાટક્યું હતું અને આ તોફાનની અસર રાજ્યમાં સોમવાર સુધી જોવા મળશે. જેના કારણે ભારે વરસાદ અને ભારે પવન ચાલુ રહેશે. ચક્રવાતને કારણે પહેલાથી જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું અને તૈયારીઓ કરવામાં આવી હતી. NDRFની 14 ટીમ તૈનાત કરવામાં આવી હતી. તેમજ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી હતી.