AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Jawad: આંધ્રપ્રદેશમાં 65 ટ્રેન રદ, સરકારે બે દિવસ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો

વોલ્ટેરના ઈસ્ટ કોસ્ટ રેલ્વે ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર એકે ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, "વિવાદને ધ્યાનમાં રાખીને, આંધ્ર પ્રદેશ સરકારે 3 અને 4 ડિસેમ્બર માટે વિશાખાપટ્ટનમ જિલ્લામાંથી લગભગ 65 ટ્રેનો રદ કરી છે.

Cyclone Jawad: આંધ્રપ્રદેશમાં 65 ટ્રેન રદ, સરકારે બે દિવસ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો
Cyclone Jawad
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 3:24 PM
Share

આંધ્રપ્રદેશ(Andhra Pradesh)માં વાવાઝોડા જવાદ(Cyclone Jawad)ને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વાવાઝોડાને(Cyclone Jawad) કારણે થનારી તબાહીની સંભાવનાને જોતા વિશાખાપટ્ટનમ અને શ્રીકાકુલમ જિલ્લામાં શાળાઓ(Schools)ને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ જિલ્લાઓમાં શાળાઓ 3 ડિસેમ્બરે અને શનિવારે એટલે કે 4 ડિસેમ્બરે બંધ રહેશે. મુખ્ય પ્રધાન વાય એસ જગન મોહન રેડ્ડીએ ગુરુવારે શ્રીકાકુલમ, વિઝિયાનગરમ અને વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર સાથે વાત કરી અને તેમને તમામ સાવચેતીનાં પગલાં લેવા નિર્દેશ આપ્યો.

મુખ્ય પ્રધાનના આદેશ

વાવાઝોડાના પગલે આંધ્રપ્રદેશમાં ઘણા સ્થળે તબાહીની સંભાવના છે. જેને લઇને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન રેડ્ડીએ કલેક્ટરને કહ્યું કે , ‘જવાદ વાવાઝોડાને કારણે કોઈને કોઈ સમસ્યા ન થાય તેની ખાતરી કરો. ખાસ કરીને નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોના કિસ્સામાં તકેદારી રાખો.’ CMO દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ‘મુખ્યમંત્રીએ કલેક્ટરને જ્યાં જરૂર હોય ત્યાં રાહત શિબિરો સ્થાપવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.’

3 અને 4 ડિસેમ્બરે 65 ટ્રેન રદ

જવાદ વાવાઝોડાના કારણે ટ્રેન સેવા પર અસર થશે. વોલ્ટેર સિનિયર ઈસ્ટ કોસ્ટ રેલ્વે ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર એકે ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “જવાદને ધ્યાનમાં રાખીને,આંધ્ર પ્રદેશ સરકારે વિશાખાપટ્ટનમ જિલ્લામાંથી 3 અને 4 ડિસેમ્બર માટે લગભગ 65 ટ્રેનો રદ કરી છે.

ચક્રવાત જવાદની ઘણા રાજ્યોમાં અસર દેખાશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ-મધ્યને અડીને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર એક ઊંડા દબાણનો વિસ્તાર આગામી 12 કલાક દરમિયાન વાવાઝોડા જવાદમાં ફેરવાઈ જશે. IMDએ જણાવ્યું કે વાવાઝોડુ શનિવારે સવારે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, વિશાખાપટ્ટનમથી લગભગ 770 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં બંગાળની ખાડી પરનું દબાણ ગુરુવારે મોડી રાત્રે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે પશ્ચિમ-મધ્યને અડીને આવેલા દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં આ દબાણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.

NDRF સહિત 266 ટીમો તૈનાત રહેશે

વાવાઝોડાના કારણે મોટુ નુકસાન થવાની સંભાવના છે. ઓડિશા, આંધ્રપ્રદેશ અને ગંગાના પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની અને ઉભા પાકને, ખાસ કરીને ડાંગરને નુકસાન થવાની સંભાવના છે. ઓડિશા સરકારે ચક્રવાત જવાદથી થતી પ્રતિકૂળ અસરોને રોકવા માટે ગાઇડલાઇન જાહેર કરી છે. વિશેષ રાહત કમિશનર પ્રદીપ કુમાર જેનાએ જણાવ્યું હતું કે, સરકાર દરિયાકાંઠાના જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ફાયર સર્વિસ અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ (ODRAF) સહિત 266 ટીમો તૈનાત કરવાની યોજના બનાવી રહી છે.

આ પણ વાંચોઃ Cyclone Jawad: વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે? વાવાઝોડાના નામકરણની શરુઆત ક્યારથી થઇ?

આ પણ વાંચોઃ Afghanistan: તાલિબાનનો સર્વોચ્ચ નેતા હિબતુલ્લા અખુંદઝાદા જીવિત છે કે મરી ગયો તેનું રહસ્ય ખુલ્યુ !

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">