Cyclone Jawad: વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે? વાવાઝોડાના નામકરણની શરુઆત ક્યારથી થઇ?

બધા દેશો સાથે મળીને વાવાઝોડાના નામકરણ કરે છે. જેમાં અલગ અલગ નામો પહેલાંથી જ આપી દેવાયા હોય છે. આ નામકરણ માટે સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ દેશોનો સમાવેશ પણ કરાયો છે.

Cyclone Jawad: વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે? વાવાઝોડાના નામકરણની શરુઆત ક્યારથી થઇ?
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 1:31 PM

ભારતમાં અવારનવાર વાવાઝોડુ(Cyclone) આવી રહ્યુ હોવાના તમે અનેકવાર સમાચાર સાંભળ્યા હશે. હવામાન વિભાગે(Meteorological Department) 4 ડિસેમ્બરે જવાદ નામનું વાવાઝોડુ ત્રાટકવાની આગાહી કરી છે. ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી, તૌકતે, યાસ જેવા નામવાળા અનેક વાવાઝોડા ત્રાટક્યા છે. દરેક વાવાઝોડાનું એક નામ હોય છે. પરંતુ આ વાવાઝોડાના નામ(Cyclone Name) કેવી રીતે રાખવામાં આવે છે તે તમે જાણો છો?

તમારા મનમાં આવો પ્રશ્ન ઉભો થયો જ હશે કે આ વાવાઝોડાના નામ કેવી રીતે આપવામાં આવે છે. તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે બધા દેશો સાથે મળીને વાવાઝોડાના નામકરણ કરે છે. જેમાં અલગ અલગ નામો પહેલાંથી જ આપી દેવાયા હોય છે. આ નામકરણ માટે સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ દેશોનો સમાવેશ પણ કરાયો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ક્યારે થઇ વાવાઝોડાના નામકરણની શરુઆત?

વાવાઝોડાનું નામકરણ એટલાન્ટિક ક્ષેત્રમાં 1953માં સંધિ સાથે શરૂ થયું હતું, જ્યારે હિંદ મહાસાગર ક્ષેત્રમાં આ નામકરણની વ્યવસ્થા 2004માં શરૂ થઈ. જે પણ દેશો દરિયાકિનારાની સરહદ ધરાવે છે તે આઠ દેશોની વચ્ચે 2004ના વર્ષમાં એક કરાર કરવામાં આવ્યો. ભારતની પહેલ પર આ ક્ષેત્રના 8 દેશોએ વાવાઝોડાને નામ આપવાનું શરૂ કર્યું. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. ત્યારપછી વર્ષ 2018માં યુએઈ, ઈરાન, કતાર અને યમન જેવા દેશો પણ તેમાં જોડાયા હતા.

કેવી રીતે થાય છે નામકરણની કામગીરી?

સભ્ય દેશો પોતાના તરફથી નામોની યાદી સૂચવે છે. જેની મૂળાક્ષર પ્રમાણે યાદી આપવામાં આવે છે. જેમ કે આલ્ફાબેટ મુજબ પહેલા બાંગ્લાદેશ (Bangladesh), પછી ભારત (India) અને પછી ઈરાન (Iran) અને અન્ય દેશોના નામ આપવામાં આવ્યા છે, તે જ ક્રમમાં તોફાની વાવાઝોડાના નામ સૂચવેલા નામ પર રાખવામાં આવ્યા છે. દરેક વખતે વિવિધ દેશોનો ક્રમમાં નંબર આવતો રહે છે અને આ ક્રમમાં ચક્રવાતનું નામકરણ કરવામાં આવે છે.

મહત્વનું છે કે 2019 માં અરબ સાગર તરફથી વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું હતું તેનું નામ વાયુ રાખવામાં આવ્યું છે. આ નામ ભારત દ્વારા આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ઓમિક્રોનનો ભય, વાયબ્રન્ટના ભણકારા: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સાથેની ખાસ વાતચીત, જાણો શું કહ્યું

આ પણ વાંચો: Crime: એક મદરેસા શિક્ષક છ વર્ષની માસૂમ સાથે કરતો હતો અશ્લીલ હરકતો, માતાને વર્ણવી અપરાધીની કાળી કરતૂત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">