સામાન્ય લક્ષણવાળા દર્દી ના કરાવે સીટી સ્કેન, કેન્સર થવાની સંભાવના વધી શકે: ડૉ. રણદીપ ગુલેરિયા 

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આજ કાલ મોટાભાગના લોકો સીટી સ્કેન કરાવી રહ્યા છે. જ્યારે સીટી સ્કેનની જરૂરિયાત નથી તો તેને કરાવી તમે પોતાને નુકસાન વધારે પહોંચાડી રહ્યા છો

  • Kunjan Shukal
  • Published On - 20:20 PM, 3 May 2021
સામાન્ય લક્ષણવાળા દર્દી ના કરાવે સીટી સ્કેન, કેન્સર થવાની સંભાવના વધી શકે: ડૉ. રણદીપ ગુલેરિયા 
Dr. Randeep Guleria

કોરોના વાઈરસનો પ્રકોપ સમગ્ર દેશમાં ફેલાયો છે. લાખો પ્રયત્નો છતાં પણ સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તેની વચ્ચે એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આજ કાલ મોટાભાગના લોકો સીટી સ્કેન કરાવી રહ્યા છે. જ્યારે સીટી સ્કેનની જરૂરિયાત નથી તો તેને કરાવી તમે પોતાને નુકસાન વધારે પહોંચાડી રહ્યા છો, કારણ કે તમે પોતાને રેડિએશનના સંપર્કમાં લાવી રહ્યા છો. તેનાથી કેન્સર થવાની સંભાવના વધી શકે છે.

 

તેમને કહ્યું કે સીટી-એસસીએન અને બાયોમાર્કરનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય લક્ષણ હોવા પર સીટી-સ્કેન કરાવવામાં કોઈ ફાયદો નથી. એક સીટી-સ્કેન 300 છાતીના એક્સ-રે બરાબર છે. તે ખુબ નુકસાનકારક છે. ડૉ.ગુલેરિયાએ કહ્યું સ્ટેરોઈડ ઘરમાં જ સારવર કરાવી રહેલા લોકો ના લે. મધ્યમ લક્ષણમાં જ સ્ટેરોઈડ આપવામાં આવે છે.

 

 

મોડરેટ બીમારીમાં 3 પ્રકારે સારવાર થશે. સૌથી પહેલા ઓક્સિજન આપો. ઓક્સિજન પણ દવા છે. ત્યારબાદ સ્ટેરોઈડ આપી શકો છો. હોમ આઈસોલેશનમાં રહેલા લોકો પોતાના ડોક્ટર સાથે સંપર્ક કરતા રહે. સેચુરેશન 93 કે તેનાથી ઓછું થઈ રહ્યું છે, બેભાન જેવી હાલત છે, છાતીમાં દુખાવો થઈ રહ્યો છે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

 

દેશમાં અત્યાર સુધી 81.77 ટકા દર્દી થયા સાજા: સ્વાસ્થ્ય મંત્રાલય 

ત્યારે દેશમાં કોરોના વાઈરસની સ્થિતિને લઈ સ્વાસ્થ્ય મંત્રાલયના સંયૂક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી 81.77 ટકા કેસો સાજા થયા છે. દેશમાં લગભગ 34 લાખ સક્રિય કેસોની સંખ્યા છે. અત્યાર સુધી સંક્રમણથી 2 લાખ જેટલા લોકોના મૃત્યૂ થયા છે.

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,417 લોકોના મૃત્યૂ થયા છે. દેશમાં 12 રાજ્ય એવા છે જ્યાં 1 લાખથી વધારે સક્રિય કેસ છે. 7 રાજ્યોમાં 50,000થી 1 લાખની વચ્ચે સક્રિય કેસ છે. જ્યારે 17 રાજ્ય એવા છે જ્યાં 50,000થી ઓછા સક્રિય કેસ છે.

 

 

 

 

દેશમાં જરૂરી માત્રામાં ઓક્સિજન: ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીએ કહ્યું કે દેશમાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન ઉપલબ્ધ છે. 1 ઓગસ્ટ 2020ના રોજ ઓક્સિજનનું ઉત્પાદન દેશમાં 5,700 મેટ્રિક ટન હતું, જે હવે લગભગ 9,000 મેટ્રિક ટન થઈ ગયું છે. અમે વિદેશોમાંથી પણ ઓક્સિજન આયાત કરી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,68,147 કેસ નોંધાયા છે.

 

આ પણ વાંચો: COVID DUTY માં લાગેલા મેડીકલ સ્ટાફ માટે વડાપ્રધાન મોદીએ કરી મોટી જાહેરાત