Covid 19 Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,150 નવા કેસ નોંધાયા, 954 લોકો સાજા થયા
Corona Virus: દેશમાં સક્રિય દર વધીને 0.03 ટકા થઈ ગયો છે. તે જ સમયે, કોરોનાથી સાજા થનારા લોકોનો આંકડો 98.76 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.21 ટકા નોંધવામાં આવ્યો છે.
દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના 1,150 નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે, જે પછી કોરોનાના (Covid 19) કારણે કુલ મૃત્યુઆંક વધીને 5,21,751 થઈ ગયો છે. જો હાલમાં સક્રિય કેસની વાત કરીએ તો ભારતમાં કુલ સક્રિય કેસ 11,558 થઈ ગયા છે. તે જ સમયે, 954 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં સક્રિય દર વધીને 0.03 ટકા થઈ ગયો છે. તે જ સમયે, કોરોનાથી સાજા થનારા લોકોનો આંકડો 98.76 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.21 ટકા નોંધવામાં આવ્યો છે.
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વાયરસ રસીના 186 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 12,56,533 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 186,51,53,593 ડોઝ આપવામાં આવ્યા છે.
1,150 new #COVID19 cases in India today; Active caseload currently at 11,558#TV9News pic.twitter.com/qOyuk3dsmW
— Tv9 Gujarati (@tv9gujarati) April 17, 2022
જાણો ગુજરાતમાં શું છે સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો ગઈકાલે વડોદરા કોર્પોરેશનમાં 02 કેસ, વડોદરામાં 01 અને સાબરકાંઠામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,13,074 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 126 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10,942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.
ખાસ વાત એ છે કે સતત કોરોના મહામારીનો સામનો કરી રહેલા અમદાવાદમાં પ્રથમ વખત એવું બન્યું છેકે એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી તથા ગાંધીનગરમાં વચ્ચે નોંધાયેલા કોરોના વિસ્ફોટ બાદ ગાંધીનગરમાં પણ કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાને કારણે રાજયમાં કુલ 32 દર્દીઓ સાજા થયા છે. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાં 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે વડોદરામાં કુલ 08 દર્દીઓ સાજા થયા છે અને ડાંગ જિલ્લામાં 01 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.