Gujarat Assembly Election 2022: વિધાનસભા ચૂંટણીને લઇ હવે આહિર સમાજ પણ મેદાને, આહિર સમાજને ટિકિટ આપવા માગ

Gujarat Assembly Election 2022: વિધાનસભા ચૂંટણીને લઇ હવે આહિર સમાજ પણ મેદાને, આહિર સમાજને ટિકિટ આપવા માગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 10:01 AM

ભાજપમાં (BJP) ટિકિટ વહેચણીમાં આહિર સમાજની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે મહત્વની બેઠક મળી હતી. ગીર સોમનાથ (Gir Somnath) ભાજપ સમર્થિત આહિર સમાજ એકત્ર થયો હતો. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election) ભાજપ તરફથી આહિર સમાજને ટિકિટ મળે તેવી માગ ઉઠી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવે છે તેમ તેમ ગુજરાતના (Gujarat) રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. વિવિધ જ્ઞાતિ રાજકારણમાં પોતાનું મહત્વનુ બની રહે તે માટે માગ કરી રહ્યા છે. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આહિર સમાજ (Ahir community) પણ મેદાને આવ્યો છે. ભાજપમાં ટિકિટ વહેચણીમાં આહિર સમાજની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે મહત્વની બેઠક મળી હતી. ગીર સોમનાથ ભાજપ સમર્થિત આહિર સમાજ એકત્ર થયો હતો. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી આહિર સમાજને ટિકિટ મળે તેવી માગ ઉઠી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આહિર સમાજ પણ પોતાની માગ સાથે મેદાનમાં ઉતર્યો છે. આહિર સમાજના આગેવાનો દ્વારા એક મહત્વની બેઠક મળી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તાલાલા અથવા સોમનાથ વિધાનસભા બેઠક પર આહિર સમાજને ટિકિટ આપે તેવી ચર્ચા કરવામાં આવી. આહિર સમાજના ટ્રસ્ટી રાજશી જોટવાએ કહ્યું કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ મુદ્દે આહિર સમાજની અવગણના થઈ હતી.

તો આગામી સમયમાં જિલ્લા પ્રભારી રઘુ હૂંબલની આગેવાનીમાં આહિર સમાજ આ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રજૂઆત કરશે અને ટિકિટ માટે માગ કરશે. જો ભાજપ ટિકિટ નહીં આપે તો આહિર સમાજ આક્રમક અંદાજમાં સામે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો-Junagadh: કેશોદ એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઈટ સેવા શરૂ, અમદાવાદથી ત્રણ નવી ફ્લાઈટ શરૂ કરવાની ઉડ્ડયન પ્રધાનની જાહેરાત

આ પણ વાંચો- Devbhumi Dwarka: હનુમાન જયંતી પર ઓખાના યુવાને દર્શાવી અનોખી આસ્થા, દરિયામાં તરીને હનુમાનદાંડીની યાત્રા પૂર્ણ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 17, 2022 09:59 AM
g clip-path="url(#clip0_868_265)">