Easter Day 2022: સમગ્ર વિશ્વમાં આજે ઈસ્ટર તહેવારની ઉજવણી, PM મોદી અને રાષ્ટ્રપતિએ દેશવાસીઓને આપી શુભેચ્છા
એવું માનવામાં આવે છે કે ઇસ્ટરના દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તનું (Jesus Christ) પુનરુત્થાન થયું હતું. આ કારણથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ પ્રસંગને ઈસ્ટર સન્ડે તરીકે પણ ઓળખવામાં આવે છે.
Easter Day 2022: ગુડ ફ્રાઈડેના (Good Friday)બે દિવસ પછી સમગ્ર વિશ્વમાં ઈસ્ટરનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઇસ્ટરના દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તનું (Jesus Christ)પુનરુત્થાન થયું હતું. આ કારણથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ પ્રસંગને ઈસ્ટર સન્ડે (Easter Sunday)તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રિસમસ પછી ઈસ્ટર એ ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે ઘરો અને ચર્ચોમાં પ્રાર્થના સભાઓ યોજાય છે, જેમાં ભગવાનનો મહિમા સમજાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) કહ્યું કે ભગવાન ઇસુ ખ્રિસ્તના પુનર્જન્મના પ્રતીક ‘ઇસ્ટર’ના શુભ અવસર પર હું તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું. ઇસ્ટરનો શુભ પ્રસંગ લોકોને યાદ અપાવે છે કે પ્રેમ નફરત કરતાં વધુ શક્તિશાળી છે અને આપણામાં એવી આશા જગાડે છે કે સારાનો હંમેશા દુષ્ટતા પર વિજય થશે. ચાલો આપણે ‘ઈસ્ટર’ના તહેવારને સમગ્ર માનવજાત પ્રત્યે કરુણાની ભાવના સાથે ઉજવીએ.
PM મોદીએ અભિનંદન પાઠવ્યા હતા
ઇસ્ટર સન્ડેની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) કહ્યું, ‘હેપ્પી ઇસ્ટર! આપણે ઈસુ ખ્રિસ્તના વિચારો, આદર્શો અને સામાજિક ન્યાયને યાદ કરીએ છીએ. આપણા સમાજમાં સુખ અને ભાઈચારાની ભાવના આવી જ રીતે વધતી રહે.
Happy Easter! We recall the thoughts and ideals of Jesus Christ and the emphasis on social justice as well as compassion. May the spirit of joy and brotherhood be furthered in our society.
— Narendra Modi (@narendramodi) April 17, 2022
રાહુલ ગાંધીએ પણ આપી શુભેચ્છા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ટ્વિટ કરીને લખ્યું, ‘ઈસ્ટરના શુભ અવસર પર તમામને મારી શુભેચ્છાઓ અને અભિનંદન. ભગવાન ઇસુ ખ્રિસ્તના ઉપદેશો આપણા સમાજમાં સંવાદિતા, પ્રેમ અને કરુણાની ભાવનાને આગળ વધારતા રહે…..
My best wishes & greetings to everyone on the joyous occasion of Easter.
May the teachings of Jesus Christ further the spirit of harmony, love & compassion in our society. pic.twitter.com/c7wkwghGWm
— Rahul Gandhi (@RahulGandhi) April 17, 2022
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે PM મોદીની ચિઠ્ઠીનો આપ્યો જવાબ, જાણો શું કહ્યું શરીફે ?