મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું- 100 વર્ષની સૌથી મોટી મહામારી, આપણે ચોક્કસપણે કોરોના સામે વિજયી થઈશુ

Corona virus and Omicron Cases : ભારતમા લગભગ 92 ટકા પુખ્તવયની વ્યક્તિને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે. બીજા ડોઝના કવરેજમાં પણ દેશ લગભગ 70 ટકા સુધી પહોંચી ગયો છે. 10 દિવસની અંદર, ભારતે લગભગ 30 મિલિયન કિશોરોને પણ કોરોના વિરોધી રસી આપી છે.

મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું- 100 વર્ષની સૌથી મોટી મહામારી, આપણે ચોક્કસપણે કોરોના સામે વિજયી થઈશુ
PM Modi's meeting with Chief Ministers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 7:01 PM

PM’s meeting with chief ministers: કોરોના વાયરસને (Corona virus) લઈને દેશમાં ઉભી થયેલી સ્થિતિનિ સમિક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi), આજે ગુરુવારે વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો (chief ministers) સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) પણ ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, એક સમયે ચિંતામા મુકનાર ઓમિક્રોન વેરિયન્ટની (Omicron variant) સ્થિતિ હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી હોવાનું જણાવ્યુ હતું. સાથોસાથ ભારતના વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાંતો સતત નજર રાખી રહ્યાં હોવાનું જણાવ્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) એમ પણ કહ્યુ કે, 100 વર્ષની આ સૌથી મોટી મહામારી છે. કોરોના સામેની લડાઈ ત્રીજા વર્ષમાં પ્રવેશી છે. આપણે સૌના પ્રયત્નથી કોરોના સામે ચોક્કસ વિજય પ્રાપ્ત કરીશુ.

પીએમ મોદીએ કહ્યું- ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યું છે કોરોનાની સ્થિતિ પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઓમિક્રોન અગાઉના વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તે વધુ સંક્રમિત છે. અમારા આરોગ્ય નિષ્ણાતો પરિસ્થિતિનું સતત મૂલ્યાંકન કરી રહ્યા છે. દેખીતી રીતે આપણે સૌએ સાવચેત રહેવું જોઈએ.

ઓમિક્રોન વિશે ધીમે ધીમે સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઓમિક્રોન વિશે અગાઉની શંકાઓ હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. ઓમિક્રોન વેરિયન્ટ સામાન્ય લોકોને અગાઉના વેરિયન્ટની સરખામણીમાં અનેકગણી ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

100 વર્ષમાં સૌથી મોટી મહામારી સામે ભારતની લડાઈ: PM મોદી કોરોના અંગે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 100 વર્ષની સૌથી મોટી મહામારી સામે ભારતની લડાઈ હવે ત્રીજા વર્ષમાં પ્રવેશી ચૂકી છે. સખત મહેનત એ જ આપણો એકમાત્ર રસ્તો છે અને વિજય એ એકમાત્ર વિકલ્પ છે. આપણે 130 કરોડ ભારતીયો આપણા પ્રયત્નોથી ચોક્કસપણે કોરોના સામે વિજયી બનીશું.

10 દિવસમાં દેશમાં લગભગ 3 કરોડ કિશોરોને રસી અપાઈ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારતમા લગભગ 92 ટકા પુખ્તવયની વ્યક્તિને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે. બીજા ડોઝના કવરેજમાં પણ દેશ લગભગ 70 ટકા સુધી પહોંચી ગયો છે. 10 દિવસની અંદર, ભારતે લગભગ 30 મિલિયન કિશોરોને પણ કોરોના વિરોધી રસી આપી છે.

‘હર ઘર દસ્તક અભિયાન’ને વધુ તીવ્ર બનાવવું પડશે કોરોનાની સ્થિતિ પર રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથેની બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે રાજ્યો પાસે રસીનો પૂરતો જથ્થો છે. ફ્રન્ટલાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને ‘સાવચેતીના ડોઝ’ જેટલી વહેલી તકે મળશે, તેટલી જ આપણી આરોગ્ય સંભાળ પ્રણાલીની ક્ષમતામાં વધારો થશે. 100 ટકા રસીકરણ માટે આપણે ‘હર ઘર દસ્તક અભિયાન’ને વધુ તીવ્ર બનાવવું પડશે.

ગભરાટની સ્થિતિ ન બને તેની કાળજી લેવી જોઈએ પીએમ મોદીએ કહ્યું કે અમેરિકા જેવા દેશમાં એક દિવસમાં લગભગ 14 લાખ નવા કેસ સામે આવ્યા છે. આપણા વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતો તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આપણે સતર્ક રહેવું જોઈએ, પરંતુ કોઈ ગભરાટની સ્થિતિ ના સર્જાય તેની પણ સંપૂર્ણ કાળજી લેવી જોઈએ.

આ પણ વાંચોઃ

ઓક્સિજન બેડની જરૂરિયાત વાળા દર્દીઓમાં 96 ટકા એવા લોકો જેમણે હજુ નથી લીધી વેક્સિન : BMC કમિશનર ઈકબાલ ચહલ

આ પણ વાંચોઃ

દેશમાં કોરોના વિસ્ફોટ : ત્રીજી લહેરની આશંકા વચ્ચે છેલ્લા 24 કલાકમાં 2.47 લાખથી વધુ કેસ નોંધાતા ખળભળાટ

g clip-path="url(#clip0_868_265)">