દેશમાં દરરોજ 20 હજાર કોરોના કેસ આવે છે, તહેવારોમાં ફરી વધી શકે છે કેસ, આગામી 3 મહિના મહત્વપૂર્ણ : આરોગ્ય મંત્રાલય

આવનારા ત્રણ મહિના દેશ માટે ખૂબ મહત્વના છે. આ ત્રણ મહિના દરમિયાન તહેવારોને લઈને ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તહેવારોની ઉજવણી માટે આપણે વર્ચ્યુઅલ/ઓનલાઈન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

દેશમાં દરરોજ 20 હજાર કોરોના કેસ આવે છે, તહેવારોમાં ફરી વધી શકે છે કેસ, આગામી 3 મહિના મહત્વપૂર્ણ : આરોગ્ય મંત્રાલય
Corona Cases
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 6:58 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગુરુવારે દૈનિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસ (Corona Virus) મહામારીનો પડકાર હવે મોટા પ્રમાણમાં સમાપ્ત થઈ ગયો છે. જો કે, આપણે બીજી લહેર (COVID-19 Second Wave) ને નિયંત્રિત કરવા માટે સતત પ્રયત્નો કરવા પડશે.

આપણે એવું ન માનવું જોઈએ કે મહામારીનો સમય પૂરો થઈ ગયો છે. હજુ પણ ઘણા પડકારો છે જેને ઉકેલવાની જરૂર છે. આપણે આપણા જીવનમાં કોરોના સંબંધિત વર્તણૂક જાળવી રાખવી જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના લગભગ 22 હજાર કેસ નોંધાયા છે. હજુ પણ સરેરાશ 20 હજાર નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે.

લવ અગ્રવાલે કહ્યું કે ગયા અઠવાડિયે નોંધાયેલા કુલ કોરોના કેસમાંથી 56% કેરળમાંથી આવ્યા છે. દેશમાં હજુ 2 લાખ 44 હજાર એક્ટિવ કેસ છે. જ્યારે એકલા કેરળમાં 1 લાખથી વધુ સક્રિય કેસ છે. જ્યારે દેશમાં 4 રાજ્યોમાં 10 હજારથી 50 હજાર સક્રિય કેસ છે. 31 રાજ્યોમાં 10 હજારથી ઓછા સક્રિય કેસ છે.

જો આપણે પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ, તો 5 રાજ્યો (મિઝોરમ, કેરળ, સિક્કિમ, મણિપુર, મેઘાલય) માં સાપ્તાહિક દર 5 ટકાથી વધુ છે. જ્યારે 28 જિલ્લાઓમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 5 થી 10% વચ્ચે છે અને 34 જિલ્લાઓમાં 10% થી વધુ છે.

નેધરલેન્ડ અને યુકે જેવા દેશોમાં બેદરકારી ભારે પડી લવ અગ્રવાલે કહ્યું કે નેધરલેન્ડ અને યુકે જેવા દેશોમાં કોરોના નિયમોનું પાલન ન કરવાને કારણે, ફરી એક વખત સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. આવનારા ત્રણ મહિના દેશ માટે ખૂબ મહત્વના છે. આ ત્રણ મહિના દરમિયાન તહેવારોને લઈને ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તહેવારોની ઉજવણી માટે આપણે વર્ચ્યુઅલ/ઓનલાઈન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પાલે જણાવ્યું હતું કે બેદરકારીને કારણે અમેરિકા, યુકે જેવા દેશોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. આ આપણા માટે ચેતવણી સમાન છે. દેશના પાંચ રાજ્યો ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મેઘાલય, મણિપુર અને નાગાલેન્ડમાં રસીકરણની ગતિ વધારવાની જરૂર છે. આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આપણે તહેવારોમાં ખુશીઓ વહેંચીએ, વાયરસ નહીં.

ડો. વી.કે. પાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઋષિકેશથી PSA પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે વડાપ્રધાને રસીની ઝડપને વધુ વધારવા હાકલ કરી છે. આજે હોસ્પિટલમાં લગભગ 8 લાખ 36 હજાર બેડ છે. 9 લાખ 69 હજાર વધારાના આઇસોલેશન બેડ છે. ઓક્સિજન સપોર્ટેડ બેડની સંખ્યા 4 લાખ 86 હજાર છે.

આ પણ વાંચો : Haryana: લખીમપુર બાદ હવે અંબાલામાં પણ હંગામો, ભાજપના સાંસદ પર વિરોધ કરી રહેલા ખેડૂતો પર કાર ચલાવવાનો લાગ્યો આરોપ

આ પણ વાંચો : Forbes India Rich List 2021: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 14 માં વર્ષે ભારતના સૌથી ધનિક, સંપૂર્ણ યાદી અહીં જુઓ

Latest News Updates