Coronavirus in India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 34,113 નવા કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં ઘટાડો થયો
Coronavirus in India:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં, 91,930 લોકોએ કોરોનાવાયરસને હરાવી છે અને સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
Coronavirus in India: ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) કહ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના (Covid in India) 34,113 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 91,930 લોકોએ આ વાયરસને હરાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ (Coronavirus)ને કારણે 346 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં દૈનિક પોઝિટીવિટી રેટ 3.19 ટકા છે. છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે.
દેશમાં રવિવારે કોવિડ-19ના 44,877 નવા કેસ નોંધાયા છે. તેની સરખામણીમાં આજે લગભગ 10 હજાર ઓછા કેસ નોંધાયા છે. જ્યાં રવિવારે 684 લોકોએ જીવ ગુમાવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 346 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશમાં સક્રિય કેસોની સંખ્યા 4,78,882 છે, જે કુલ કોવિડ કેસના 1.12 ટકા છે. કોવિડમાંથી 91,930 લોકો સાજા થયા પછી, આ કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,16,77,641 થઈ ગઈ છે. માહિતી અનુસાર, વાયરસના કારણે 346 લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 5,09,011 થઈ ગયો છે.
દેશમાં રિકવરી રેટ 97 ટકા છે
ભારતમાં સતત આઠમા દિવસે, ચેપના દૈનિક કેસોની સંખ્યા એક લાખથી ઓછી થઈ ગઈ છે. દેશમાં કોવિડ રિકવરી રેટ 97 ટકાથી ઉપર છે. દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 1,72,95,87,490 થી વધુ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે ભારતમાં કોવિડનો સામનો કરવા માટે લોકોને ઝડપથી રસી આપવામાં આવી રહી છે. કોવિડના કેસોની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોમાં શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવામાં આવી છે.
કોરોનાના નવા 1274 કેસ નોંધાયા
ગુજરાતમાં(Gujarat) 13 ફેબ્રુઆરીના રોજ કોરોનાના(Corona) નવા 1274 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 13 લોકોના મૃત્યુ થયા છે.ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની(Active Case) વાત કરીએ તો કુલ 14211 કેસ છે જ્યારે 103 લોકો વેન્ટિલેટર પર છે અને 14108 લોકો સ્ટેબલ છે.
જ્યારે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 405, વડોદરામાં 257, વડોદરા ગ્રામીણમાં 79, સુરત ગ્રામીણમાં 58, ખેડામાં 41, સુરત શહેરમાં 36, રાજકોટ ગ્રામીણમાં 35 , ગાંધીનગર શહેરમાં 28, બનાસકાંઠામાં 27, ગાંધીનગર ગ્રામીણમાં 26, કચ્છમાં 21, રાજકોટ શહેરમાં 21 , તાપીમાં 21, આણંદમાં 19, પાટણમાં 19, મહેસાણામાં 18, ભરૂચમાં 17,