ટુંકા અંતરની ફ્લાઈટમાં મુસાફરો માટે ફરી શરૂ થશે જમવાની સુવિધા, સ્વાસ્થ્ય મંત્રાલયથી મળી શકે છે લીલી ઝંડી
આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ફ્લાઇટના ક્રૂ સભ્યોએ પીપીઈ કીટ પહેરવાની જરૂર નથી પરંતુ મોજા, માસ્ક અને ફેસ શિલ્ડ પહેરવું જરૂરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વર્તમાન નિયમોમાં સુધારો કરવા માટે ઇનપુટ માંગ્યા હતા, ત્યારબાદ આરોગ્ય મંત્રાલયે તેને આ માહિતી આપી.
કોરોનાકાળ દરમિયાન ફ્લાઈટ, રેલવે વગેરે સેવાઓમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં કોરોના ગાઈડલાઈન્સના ચુસ્તપણે પાલન માટે તે જરૂરી પણ હતું. ત્યારે ટુંકા સમયની ફ્લાઈટમાં કોરોનાકાળ પહેલા આપવામાં આવતી ભોજન વ્યવસ્થાને સ્થગિત કરવામાં આવી હતી. હાલ જ્યારે કોરોના સંક્રમણ ઘટ્યું છે ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હાલના નિયમોમાં સુધારો કરવા માટે માહિતી માંગી હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry of Health) શનિવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation)ને માહિતી આપી હતી કે એક વર્ષથી વધુ સમય પછી, બે કલાકથી ઓછી ફ્લાઇટમાં ભોજનની સુવિધા ફરી શરૂ કરવામાં આવી શકે છે. આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું છે કે ફ્લાઇટના ક્રૂ સભ્યોએ પીપીઈ કીટ (PPE Kit) પહેરવાની જરૂર નથી પરંતુ મોજા, માસ્ક અને ફેસ શિલ્ડ પહેરવું જરૂરી છે. વાસ્તવમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વર્તમાન નિયમોમાં સુધારો કરવા માટે ઇનપુટ માંગ્યા હતા, ત્યારબાદ આરોગ્ય મંત્રાલયે તેને આ માહિતી આપી.
હાલની માર્ગદર્શિકા હેઠળ, એરલાઇન્સને એવી ફ્લાઇટ્સ (Flights) પર ભોજન આપવાની મંજૂરી નથી કે જેની અવધિ બે કલાકથી ઓછી હોય. આ પ્રતિબંધ 15 એપ્રિલથી અમલમાં આવ્યો છે. ગયા વર્ષે 25 મેના રોજ, જ્યારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન (Lockdown) પછી સ્થાનિક ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી, ત્યારે મંત્રાલયે એરલાઇન્સને અમુક શરતો હેઠળ ફ્લાઇટમાં જમવાની મંજૂરી આપી હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આરોગ્ય મંત્રાલય પાસેથી ઇનપુટ માંગ્યા હતા
સૂત્રએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ (Corona Virus)ના દૈનિક કેસોની સંખ્યામાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયન મંત્રાલય ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં ઓન-બોર્ડ ભોજન સેવાઓની સમીક્ષા કરી રહ્યું છે અને હાલની માર્ગદર્શિકામાં સુધારો કરવા માટે આરોગ્ય મંત્રાલય પાસેથી ઇનપુટ્સ માંગ્યા છે.
આરોગ્ય મંત્રાલયે હવે જાણ કરી છે કે બે કલાકથી ઓછા સમયના અંતરે ફ્લાઇટમાં ફૂડ પીરસવાનું ફરી શરૂ કરી શકાય છે અને ક્રૂ મેમ્બરોએ PPE કીટ પહેરવાની જરૂર નથી પરંતુ મોજા, માસ્ક અને ફેસ શિલ્ડ પહેરવાનું ચાલુ રાખવું જોઈએ.
આ પણ વાંચો: હવે મેદાની વિસ્તારમાં પણ થઈ શકશે સફરજનની ખેતી, સફરજનની આ જાતને વિકસિત કરનાર ખેડૂતની છે રસપ્રદ કહાની