AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાને ભારતમાં મળશે Y શ્રેણીની સુરક્ષા

દેશમાં કોવિડ-19ની વેક્સિન કોવિશીલ્ડ બનાવવાવાળી સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાને કેન્દ્ર સરકારે  Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાને ભારતમાં મળશે Y શ્રેણીની સુરક્ષા
Adar Poonawalla
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 28, 2021 | 10:24 PM
Share

Coronavirus: દેશમાં કોવિડ-19ની વેક્સિન કોવિશીલ્ડ બનાવવાવાળી સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાને કેન્દ્ર સરકારે  Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. આ સંબંધમાં બુધવારે સાંજે ગૃહમંત્રાલયે આદેશ આપ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યુ કે પૂનાવાલાને સમગ્ર ભારતમાં Y શ્રેણીની સુરક્ષા આપશે. સીઆરપીએફ તેમને સુરક્ષા પ્રદાન કરશે. સરકારે આ પગલું  ત્રીજા ચરણના વેક્સીનેશનની શરુઆતના ત્રણ દિવસ પહેલા ઉઠાવ્યું છે.

થોડા દિવસો પહેલા સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા રાજ્યો અને પ્રાઈવેટ હૉસ્પિટલને આપવાની રસીના ભાવને લઈ ચર્ચામાં રહી છે. જો કે બુધવારે રાજ્યોને વેચવાની રસીની કિંમત ઘટાડી દેવામાં આવી છે. એ અંતર્ગત હવે રસી માટે પહેલા કરેલી જાહેરાત 400 રુપિયા પ્રતિ ડોઝની જગ્યાએ 300 રુપિયા પ્રતિ ડોઝ અપાશે. કંપનીની કિંમત નીતિને લઈને વ્યાપક સ્તર પર આલોચના બાદ આ પગલું લેવાયુ છે, કારણ કે સીરમ ઈન્સ્ટીટ્યૂટે કોવિશીલ્ડ પહેલા સરકારને 150 રુપિયા પ્રતિ ડોઝના ભાવથી વેચી હતી.

CEO અદાર પૂનાવાલાએ ટ્વીટર પર રાજ્યો માટે રસીની કિંમત ઘટાડવાની ઘોષણા કરી અને કહ્યું કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની તરફથી રાજ્યો માટે કિંમત 400 રુપિયાથી ઘટાડીને 300 રુપિયા પ્રતિ ડોઝ કરવામાં આવી રહી છે. જેનાથી રાજ્યોને હજારો કરોડો રુપિયાની બચત થશે અને રસીકરણ થઈ શકશે અને અનેક લોકોના જીવ બચાવી શકાશે.

આપને જણાવી દઈએ Y શ્રેણીની સુરક્ષામાં કુલ 11 સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવે છે. જેમાં PSO (ખાનગી સુરક્ષાાગાર્ડ) પણ સામેલ હોય છે. આ શ્રેણીમાં કોઈ કમાંડો હોતા નથી. ભારતમાં ચાર શ્રેણીમાં સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે જેમાં ઝેડ પ્લસ, ઝેડ ,વાય અને એક્સ છે. આ ચાર શ્રેણીની સુરક્ષા ખતરા આધારે આપવામાં આવે છે.

આ પણ વાંચો: Corona Virus: દિલ્હીમાં 4 વાર કોરોના ટેસ્ટ કરાવ્યો છતાં ન્યાયાધીશને ન મળ્યો રિપોર્ટ

g clip-path="url(#clip0_868_265)">