Corona Virus: દિલ્હીમાં 4 વાર કોરોના ટેસ્ટ કરાવ્યો છતાં ન્યાયાધીશને ન મળ્યો રિપોર્ટ

દિલ્હીમાં કોરોના ટેસ્ટની મુશ્કેલી સાથે લોકોને રિપોર્ટ મેળવવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલત એ છે કે એક ન્યાયિક અધિકારીને ચાર વાર કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પણ હજી રિપોર્ટ મળ્યો નથી.

  • Tv9 Webdesk22
  • Published On - 22:07 PM, 28 Apr 2021
Corona Virus: દિલ્હીમાં 4 વાર કોરોના ટેસ્ટ કરાવ્યો છતાં ન્યાયાધીશને ન મળ્યો રિપોર્ટ
Coronavirus

Coronavirus: દિલ્હીમાં કોરોના ટેસ્ટની મુશ્કેલી સાથે લોકોને રિપોર્ટ મેળવવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલત એ છે કે એક ન્યાયિક અધિકારીને ચાર વાર કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પણ હજી રિપોર્ટ મળ્યો નથી. ન્યાયિક અધિકારીનો રેપિડ એન્ટીજન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી ચાર વાર આરટીપીસીઆર તપાસ માટે સેમ્પલ આપી ચૂક્યા છે, પરંતુ 15 દિવસ વીતવા છતાં હજી સુધી તેમને એક પણ તપાસનો રિપોર્ટ મળ્યો નથી.

 

સાકેત કોર્ટ પરિસરમાં રહેનારા અને કડકડડૂમા કોર્ટમાં કાર્યરત અધિક સત્ર ન્યયાધીશે 14 એપ્રિલના રોજ કોરોના ટેસ્ટ માટે પહેલુ સેમ્પલ આપ્યુ હતુ. ત્યારબાદ તેમણે 21 તારીખે ત્રીજી વાર ડિસ્પેન્સરીમાં સેમ્પલ આપ્યું, પરંતુ આ વખતે પણ કોઈ પરિણામ આવ્યુ નહીં.

 

હવે ચોથી વાર સત્ર ન્યાયાધીશે 26 એપ્રિલના રોજ આરટીપીસીઆર સેમ્પલ આપ્યુ છે. જે રિપોર્ટની તેઓ રાહ જોઈ રહ્યા છે. ન્યાયિક અધિકારીનું કહેવુ છે કે તેમને કોરોનાના લક્ષણ છે, પરંતુ રેપિડ એન્ટીજન પર ભરોસો ન કરવાની વાત સામે આવતી રહે છે એટલે તેઓ આરટી-પીસીઆર ટેસ્ટથી પુષ્ટી કરવા ઈચ્છે છે.

 

 

આ પણ વાંચો: Chhota Udepur: 3 ગામના સરપંચ અને વેપારીઓએ પરામર્શ કરી આંશિક લોકડાઉન નક્કી કર્યું