corona virus: દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં ફરી એકવાર ઘટાડો થયો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર, કોરોનાના 36 હજાર 83 નવા કેસ નોંધાયા છે, જે અગાઉના દિવસ કરતા 6.6 ટકા ઓછા છે. આ એક રાહતની વાત છે કે એક દિવસમાં કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા, નવા નોંધાતા કોરોનાના દર્દીઓ કરતા વધારે છે.
આરોગ્ય મંત્રાલયે (Union Health Ministry) જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા એક દિવસમાં કોરોનાના 37 હજાર 927 દર્દીઓ સાજા થયા છે. જ્યારે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 13 લાખ 76 હજારથી વધુ દર્દીઓ કોરોનાની બિમારીથી સાજા થયા છે.
હાલમાં, દેશમાં કોરોનાના 3 લાખ 85 હજાર 336 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જે કોરોનાના સંક્રમિત દર્દીઓના 1.20 ટકા છે.
રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશમાં કોરોનાની રસીના રેકોર્ડ 54.38 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. હાલમાં સંક્રમિતનો દર પણ 1.88 ટકા છે અને છેલ્લા 20 દિવસથી 3 ટકાથી નીચે જળવાઈ રહ્યો છે.
દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો હોવા છતા, મૃતકોની સંખ્યાને લઈને ફરી એકવાર ચિંતા વધી છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 493 લોકોના મોત થયા છે. જો આપણે દેશમાં મૃતકોની કુલ સંખ્યાની વાત કરીએ તો તે વધીને 4,31,225 થઈ ગઈ છે. અત્યાર સુધી કોરોનાથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 3,13,76,015 થઈ ગઈ છે.
દેશના આઠ રાજ્યોમાં લોકડાઉન જેવા નિયંત્રણો કોરોનાના વધતા જતા કેસોને કારણે દેશના આઠ રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા નિયંત્રણો આજે પણ લદાયેલા છે. તેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અગાઉના લોકડાઉનની જેમ અહીં અનેક બાબકોમાં કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
કેરળમાં કેસ વધી રહ્યા છે કેસ કેરળમાં શનિવારે 19,451 કોરોના કેસ નોંધાયા હતા. જેની સામે 19,104 લોકો સાજા થયા અને 105 લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં કુલ 36.71 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી 34.72 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 18,499 લોકોના મોત થયા છે. હાલ કેરળમાં કુલ 1.80 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Indian Idol 12 રચશે ઇતિહાસ, જાણો 12 કલાક સુધી ચાલનાર ફિનાલે ક્યાં અને ક્યારે જોઈ શકાશે?
આ પણ વાંચોઃ JUNAGADH : ઉજ્જવલા યોજના 2.0 માં રાજ્યમાં 5 લાખ મફત LPG કનેક્શન આપવામાં આવશે, CM રૂપાણીએ કરી જાહેરાત