Corona: મુંબઈ અને દિલ્હીમાં વધી રહી છે કોરોનાની R વેલ્યૂ, તે ઘટવી કેમ જરૂરી છે, જાણો કારણ
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેથેમેટિકલ સાયન્સના જણાવ્યા અનુસાર દેશમાં R વેલ્યૂ વધીને 1.22 થઈ છે. જ્યારે દિલ્હીની R વેલ્યૂ 2.54 અને મુંબઈની 2.01 છે. કોરોનાની શરૂઆત પછી આવું પહેલીવાર થઈ રહ્યું છે.
દેશમાં ફરી એકવાર કોરોના વાઈરસ (Corona virus)ના કેસ વધવા લાગ્યા છે. મુંબઈ (Mumbai) અને દિલ્હી (Delhi)માં કોરોનાની આર-વેલ્યી વધી છે. બંને શહેરોમાં R વેલ્યૂ (R value)ની કિંમત 2ને વટાવી ગઈ છે. આ એ વાતનો સંકેત છે કે આ બંને મહાનગરોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ ગયું છે. જેના કારણે આગામી દિવસોમાં કોરોનાના કેસ વધી શકે છે.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેથેમેટિકલ સાયન્સના જણાવ્યા અનુસાર દેશમાં R વેલ્યૂ વધીને 1.22 થઈ છે. જ્યારે દિલ્હીની R વેલ્યૂ 2.54 અને મુંબઈની 2.01 છે. કોરોનાની શરૂઆત પછી આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે આ શહેરોમાં આર વેલ્યૂ આટલી વધી ગઈ છે. બીજી લહેર દરમિયાન આ મહાનગરોમાં R વેલ્યૂ 1.37 હતી. તજજ્ઞો કહે છે કે આર વેલ્યૂમાં વધારાનો અર્થ એ છે કે વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે ઘણા લોકોને ચેપ લગાડે છે. આ જ કારણ છે કે મુંબઈ અને દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સંક્રમણના કેસોમાં ઘટાડો કરવા માટે આર વેલ્યૂ ઘટાડવી જરૂરી છે, પરંતુ વર્તમાન સ્થિતિ મુજબ તે વધી રહી છે. જે જોખમી સંકેત છે.
આર મૂલ્ય શું છે
કોવિડ નિષ્ણાત ડૉ. યુદ્ધવીર સિંહ સમજાવે છે કે આર વેલ્યૂ એટલે પ્રજનન વેલ્યૂ. તેનો સીધો સંબંધ છે કે કેટલા લોકોમાં વાઈરસ એક સંક્રમિત વ્યક્તિથી બીજામાં ફેલાય છે. જો Rની કિંમત 1 કરતા વધારે હોય તો તેનો અર્થ એ છે કે 1 પોઝિટીવ વ્યક્તિ એક કરતા વધુ વ્યક્તિને ચેપ લગાવી રહી છે. જો આ મૂલ્ય વધશે તો કેસ પણ વધશે. ડૉક્ટરના મતે વાઈરસના ઝડપથી ફેલાવાનું મુખ્ય કારણ ઓમિક્રોન છે. આ વેરિઅન્ટનો ફેલાવો ખૂબ જ ઝડપી છે. તેનાથી સંક્રમિત એક વ્યક્તિ અન્ય ઘણા લોકોમાં વાઈરસ ફેલાવી રહી છે. આ જ કારણ છે કે આર વેલ્યૂ વધી રહી છે.
ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે
ડૉ. યુદ્ધવીર કહે છે કે સંક્રમણના વર્તમાન ગ્રાફ પરથી અંદાજ લગાવી શકાય છે કે દિલ્હી અને મુંબઈના કેટલાક વિસ્તારોમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં કેસ ખૂબ જ ઝડપથી વધશે. જો કે જોવાનું રહેશે કે સંક્રમિતોમાં કેવા લક્ષણો જોવા મળે છે. જો ગંભીર કેસ વધુ ન આવતા હોય તો ગભરાવાની જરૂર નથી. માત્ર એટલું જ જરૂરી છે કે લોકો સજાગ રહે અને કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરે.
આ પણ વાંચોઃ 15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી રસી અપાશે, ઓન સાઈટ રજીસ્ટ્રેશન માટે આટલું જરૂરી
આ પણ વાંચોઃ બાળકોને વેક્સિન : 15 થી 18 વર્ષના બાળકો માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે સ્લોટ બુક કરો