બાળકોને વેક્સિન : 15 થી 18 વર્ષના બાળકો માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે સ્લોટ બુક કરો

બીજી લહેર બાદ ફરી એક વાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. ત્યારે હાલ વેક્સિનેશનની કામગિરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. 15 થી 18 વર્ષની વયના બાળકોના રસીકરણ માટે 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે.

બાળકોને વેક્સિન : 15 થી 18 વર્ષના બાળકો માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે સ્લોટ બુક કરો
Child Vaccination Registration Starts Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 4:57 PM

Child Vaccination : ઓમિક્રોનના જોખમ વચ્ચે ફરી એક વખત દેશમાં કોરોના કેસ (Corona Case) વધી રહ્યા છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ કોરોના નિયમો (Covid-19 Guidelines) પણ કડક કરવામાં આવ્યા છે. બીજી તરફ ભારતમાં રસીકરણની કામગિરી પણ પૂરજોશમાં થઈ રહી છે. આજથી 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોના રસીકરણ માટે રજિસ્ટ્રેશન (Vaccine Registration) શરૂ કરવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, 25 ડિસેમ્બર ના ​​રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 3 જાન્યુઆરીથી બાળકો માટે કોરોના રસીકરણ શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હવે બાકીના લોકોની જેમ 15 થી 18 વર્ષના બાળકોને પણ રસી આપવામાં આવશે, જેના માટે રજીસ્ટ્રેશન હાલ શરુ થઈ ગયુ છે.

COWIN એપ પર કરો આ રીતે કરો રજિસ્ટ્રેશન

આજથી 15 થી 18 વર્ષના બાળકો COWIN એપ પર વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. 3 જાન્યુઆરીથી બાળકોનુ રસીકરણ શરૂ થશે. સરકારની માર્ગદર્શિકા અનુસાર, 15 થી 18 વર્ષના બાળકો તેમના શાળાના આઈડી કાર્ડ, અથવા આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, તમે તમારા ફોન નંબરનો ઉપયોગ કરીને પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે, બાળકો માટે વોક-ઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન બંને વિકલ્પો ઉપલબ્ધ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

STEP 1: સૌ પ્રથમ CoWIN પ્લેટફોર્મ પર જાઓ.

STEP 2: હવે બાળકનું નામ, ઉંમર વગેરે જરૂરી વિગતો ભરો.

STEP 3: આ માહિતી ભર્યા બાદ બાળકના આધાર કાર્ડ અથવા આઈડી કાર્ડની માહિતી આપવાની રહેશે.

STEP 4: ત્યારબાદ વેક્સિનેશન માટેનો સ્લોટ બુક કરો.

અહેવાલો અનુસાર, બાળકોના રસીકરણ માટે માત્ર કોવેક્સિનનો વિકલ્પ હશે, એટલે કે બાળકો માત્ર કોવેક્સિન મેળવી શકશે. ઉપરાંત બાળકોની રસીમાં બે ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રહેશે, એટલે કે પ્રથમ રસીના 28 દિવસ પછી જ બાળકોને રસીનો બીજો ડોઝ મળશે.

10 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વર્કરને બૂસ્ટર ડોઝ

તમને જણાવી દઈએ કે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કરો માટે પણ વડાપ્રધાન દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય સંભાળ અને ફ્રન્ટલાઈન વર્કરોને રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. 10 જાન્યુઆરીથી આ બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચો : ઓમિક્રોનની આફત : મહારાષ્ટ્રમાં કોમ્યુનિટી સ્પ્રેડનો ખતરો ? જીનોમ સિક્વેન્સિંગ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">