AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine: હવે ખાનગી હોસ્પિટલો નહીં વસૂલી શકે વધારે ચાર્જ, વેક્સિનનો સર્વિસ ચાર્જ કરાયો નક્કી

Corona vaccine : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશની વર્તમાન કોરોના પરિસ્થિતિ અને રસીકરણ અભિયાન અંગેદેશને  સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના રસીકરણ કેન્દ્રોમાં 21 જૂનથી 18 વર્ષની ઉપરનાં તમામ લોકોને કોરોના રસી મફતમાં મળશે.

Corona Vaccine: હવે ખાનગી હોસ્પિટલો નહીં વસૂલી શકે વધારે ચાર્જ, વેક્સિનનો સર્વિસ ચાર્જ કરાયો નક્કી
Corona Vaccination
Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 08, 2021 | 4:19 PM
Share

Corona vaccine : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશની વર્તમાન કોરોના પરિસ્થિતિ અને રસીકરણ અભિયાન અંગે દેશને  સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારના રસીકરણ કેન્દ્રોમાં 21 જૂનથી 18 વર્ષની ઉપરનાં તમામ લોકોને કોરોના રસી મફતમાં મળશે.”

પીએમ મોદીના આ નિર્ણયને  બધા  દેશવાસીઓએ આવકાર્યો છે. અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં રસીના જુદા જુદા (Different)ચાર્જ વસુલ કરવામાં  આવતા હતા. પરંતુ, હવેથી ખાનગી હોસ્પિટલો વેક્સિનનાં વધારે ચાર્જ નહી લઈ શકે. કારણ કે,સરકાર  દ્વારા  ખાનગી હોસ્પિટલો માટે વેક્સિન ચાર્જ (Vaccine Charge) નક્કી કરાયા છે.

ભારત સરકાર કુલ વેક્સિન ઉત્પાદનનાં 75% વેક્સિન ખરીદીને રાજ્ય સરકારને મફત આપશે અને  દેશનાં એકપણ રાજ્યએ  વેક્સિન માટે કોઈ પણ ખર્ચ કરવો પડશે નહિ.

રાજ્યોને મળશે મફતમાં વેક્સિન

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ જણાવ્યું હતું કે,કેન્દ્ર સરકાર(Central government) રાજ્યોને  વેક્સિન ખરીદીને આપશે. જેથી રાજ્ય સરકારે વેક્સિન પર કોઈ પણ પ્રકારનો ખર્ચ નહિ થાય. આ વ્યવસ્થા આગામી બે અઠવાડિયામાં (Two week) લાગુ કરવામાં આવશે અને આ બે અઠવાડિયામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને નવા દિશા નિર્દેશો (Guideline)અનુસાર કાર્ય કરશે.

વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં દેશના કરોડો લોકોને નિ:શુલ્ક (free of cost) વેક્સિન આપવામાં આવી છે.  હવેથી 18 વર્ષની ઉપરનાં તમામ લોકોને કોરોના રસી મફતમાં આપવામાં આવશે, ઉપરાંત વેક્સિન ઉત્પાદકો પાસેથી ખાનગી ક્ષેત્રની હોસ્પિટલો (Private hospital)25 % જેટલી રસી લઈ શકે એ સિસ્ટમ પણ હાલ ચાલુ રાખવામાં આવશે.

ખાનગી હોસ્પિટલો નહિ વસુલી શકે 150 રૂપિયાથી વધુ ચાર્જ

અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં રસીના જુદા જુદા ચાર્જ વસુલ કરવામાં  આવતા હતા.  પરંતુ હવે ખાનગી હોસ્પિટલો વેક્સિનની નિર્ધારિત કિંમત 150 રૂપિયાથી વધુ ચાર્જ લઈ શકશે નહિ અને આ માટે દેખરેખનું કાર્ય રાજ્ય સરકાર(State Government) ને આપવામાં આવ્યું છે.

ઉપરાંત વડાપ્રધાને (Prime Minister) દેશના તમામ લોકોને અપીલ કરી હતી કે વેક્સિન અંગેની અફવાને ટાળીને રસીકરણ (Vaccination) અંગે જાગૃતિ લાવવા સરકારને મદદ કરો, જેથી કોરોના સંક્રમણને નાથી શકાય. વધુમાં જણાવ્યું કે, 2014 માં દેશમાં રસીકરણનું કવરેજ 60 % હતું, પરંતુ છેલ્લા પાંચ-છ વર્ષમાં તે વધીને 90% જેટલું કરવામાં આવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે, કોરોનાનાં પ્રારંભિક સમયમાં(Initial time) પ્રધાનમંત્રીએ અનેક વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, જેમાં કોરોના સામેનાં  સરકારનાં નિર્ણયો અંગે લોકોને અવગત કરતા હતા.

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">