AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccination: દેશમાં અત્યાર સુધીમાં 142 કરોડથી વધારે કોરોના વેક્સીનના લગાવવામાં આવ્યા ડોઝ

16 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.

Corona Vaccination: દેશમાં અત્યાર સુધીમાં 142 કરોડથી વધારે કોરોના વેક્સીનના લગાવવામાં આવ્યા ડોઝ
15 થી 18 વર્ષના બાળકો રસી માટે નોંધણી શરૂ થશે : જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી દેશમાં 15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોના સામે રસી આપવામાં આવશે. આ માટે 1 જાન્યુઆરીથી કોવિન એપ પર નોંધણી કરાવી શકાશે. નોંધણી માટે ધોરણ ૧૦ નું આઈડી કાર્ડ પણ ઓળખ પુરાવા તરીકે ગણવામાં આવશે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 11:49 PM
Share

દેશમાં કોરોના વાઈરસના (Coronavirus) નવા વેરીઅન્ટ ઓમિક્રોનના (Omicron Variant) સતત વધી રહેલા કેસ વચ્ચે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) કહ્યું છે કે દેશમાં કોવિડ-19 રસીના ડોઝની સંખ્યા સોમવારે 142.38 કરોડને વટાવી ગઈ છે. મંત્રાલયે કહ્યું કે સોમવારે સાંજે 7 વાગ્યા સુધી 65 લાખથી વધુ એટલે કે 65,20,037 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 16 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.

ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. કોવિડ-19 રસીકરણનો આગળનો તબક્કો 1 માર્ચથી 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષ અને તેથી વધુ ઉંમરના બીમાર લોકો માટે શરૂ થયો હતો. દેશમાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીકરણની મંજૂરી આપી હતી.

કોવિડ-19 માર્ગદર્શિકાની સમયમર્યાદા 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી

આ દરમિયાન દેશમાં કોરોના વાઈરસના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કોવિડ -19 માર્ગદર્શિકાની અવધિ 31 જાન્યુઆરી સુધી લંબાવી છે. ઘણા રાજ્યોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધવા લાગ્યા છે, જેને જોતા તમામ રાજ્ય સરકારો સતર્ક થઈ ગઈ છે અને પોતાના સ્તરે સાવચેતીના પગલાં લઈ રહી છે.

દેશભરમાંથી અત્યાર સુધીમાં ઓમિક્રોનના 602 કેસ નોંધાયા છે. કેસ પર નિયંત્રણ મેળવવા માટે ઘણી રાજ્ય સરકારો દ્વારા નાઈટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. ઓમિક્રોન વેરિઅન્ટના સૌથી વધુ કેસ આઠ રાજ્યોમાંથી નોંધાયા છે, જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટકનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં દેશમાં ઓમિક્રોન સંક્રમિત લોકોની તુલનામાં એકલા 94 ટકા કેસ સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓમિક્રોન દેશના 17 રાજ્યોમાં ફેલાયો છે. તેમાંથી આઠ રાજ્યો કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ માટે હોટ સ્પોટ બની રહ્યા છે, પરંતુ આ આઠ રાજ્યોમાં સામેલ દિલ્હી અને મહારાષ્ટ્ર ઓમિક્રોન વેરિઅન્ટ માટે સૌથી વધુ સંવેદનશીલ બન્યા છે.

આ પણ વાંચો :  Gold price today : અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 49775 રૂપિયા, શું છે તમારા શહેરના લેટેસ્ટ રેટ? જાણો અહેવાલ દ્વારા

g clip-path="url(#clip0_868_265)">