Maharashtra Schools & Colleges: ‘શાળા-કોલેજ ચાલુ રાખવી કે બંધ કરવી, સ્થિતિ જોઈને ટૂંક સમયમાં લેવામાં આવશે નિર્ણય’, મહારાષ્ટ્રના મંત્રીનું મહત્વનું નિવેદન

આદિત્ય ઠાકરેએ કહ્યું કે 'હાલમાં ક્રિસમસને કારણે શાળા-કોલેજોમાં રજાઓ ચાલી રહી છે પણ રજાઓ પછી શાળા-કોલેજ ચાલુ રાખવી કે નહીં? તે સ્થિતિ જોઈને તેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.

Maharashtra Schools & Colleges: 'શાળા-કોલેજ ચાલુ રાખવી કે બંધ કરવી, સ્થિતિ જોઈને ટૂંક સમયમાં લેવામાં આવશે નિર્ણય', મહારાષ્ટ્રના મંત્રીનું મહત્વનું નિવેદન
symbolic picture
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 7:24 PM

મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર (Corona in maharashtra) મચાવ્યો છે. સાથે જ ઓમિક્રોનના કેસ પણ દેશના કુલ કેસોમાંથી 25 ટકા કેસ મહારાષ્ટ્રમાં જ  (Omicron in maharashtra) નોંધાયા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે કે શું સરકાર શાળા-કોલેજો બંધ રાખવાનો (Maharashtra schools and colleges opening) નિર્ણય લેવા જઈ રહી છે? આ સવાલોના જવાબ મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ (Aditya Thackeray) સોમવારે (27 ડિસેમ્બર) આપ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આદિત્ય ઠાકરેએ આ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘ઓમિક્રોનનો ખતરો અને ફરી એકવાર કોરોના સંક્રમણમાં ઝડપી વધારો થવાથી એક નવો પડકાર સામે આવ્યો છે. આવી સ્થિતિમાં પરીસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સ્થિતિ જોઈને આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આદિત્ય ઠાકરે મુંબઈ યુનિવર્સિટીના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા આવ્યા હતા. અહીં પત્રકારો દ્વારા પૂછવામાં આવતા તેમણે આ નિવેદન આપ્યું હતું.

રજાઓ બાદ શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય, હાલ પરિસ્થિતી પર રાખી રહ્યા છીએ નજર

આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું કે ‘હાલમાં પરિસ્થિતિ ગંભીર નથી, પરંતુ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં આપણે સૌએ પોતાની જવાબદારીઓ સમજવી પડશે. દરેક વ્યક્તિએ ભીડથી બચવું અને માસ્ક લગાવવું જરૂરી છે. હાલ ક્રિસમસના કારણે શાળા-કોલેજોમાં રજાઓ ચાલી રહી છે પણ રજાઓ પછી શાળા-કોલેજ ચાલુ રાખવી કે નહીં?  તેનો નિર્ણય સ્થિતિ જોઈને ટૂંક સમયમાં લેવામાં આવશે.

શાળા-કોલેજ બંધ થવી તે દુઃખની વાત છે, પરંતુ આ બધા પહેલા સૌનું સ્વાસ્થ્ય છે

વધુમાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે ‘ઘણા બાળકોએ બે વર્ષથી શાળા પણ જોઈ નથી. આ ચોક્કસપણે ખૂબ જ અફસોસની વાત છે. પરંતુ આપણી પ્રથમ અને મુખ્ય જરૂરિયાત સૌનું સ્વાસ્થ્ય છે. આવી સ્થિતિમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. આ અઠવાડિયા પછી પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી શાળા-કોલેજો ચાલુ રાખવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો :  Maharashtra: અહેમદનગર નવોદય વિદ્યાલયમાં કોરોનાના આંકડા વધ્યા, અત્યાર સુધીમાં 51 કોવિડ પોઝિટિવ, બે દિવસ પહેલા 19 સંક્રમિત મળી આવ્યા હતા

g clip-path="url(#clip0_868_265)">