કોરોનાની રફ્તાર યથાવત : પોઝિટિવિટી રેટ 19 ટકાને પાર, દેશના 11 રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ

કોરોનાની રફ્તાર યથાવત : પોઝિટિવિટી રેટ 19 ટકાને પાર, દેશના 11 રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ
Increase Corona Positivity Rate (File Photo)

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 76 લાખ 77 હજાર 328 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે હાલમાં 22 લાખ 2 હજાર 472 એક્ટિવ કેસ છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jan 27, 2022 | 6:11 PM

Corona Update : દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમણમાં (Corona Case) અચાનક ઉછાળો જોવા મળ્યો છે. કોરોના સંક્રમણના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 (COVID-19) ના 2,86,384 નવા કેસ નોંધાયા છે, જ્યારે 573 દર્દીઓના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 4 કરોડ 3 લાખ 71 હજાર 500 ને પાર પહોંચી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 76 લાખ 77 હજાર 328 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે હાલમાં 22 લાખ 2 હજાર 472 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોત બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 4 લાખ 91 હજાર 700 થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં પોઝિટિવિટી દર(Positivity Rate)  વધીને 19.59 ટકા પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં કોરોનાના 3 લાખથી વધુ સક્રિય કેસ નોંધાયા છે.

ઓમિક્રોનનો આંતક યથાવત

તમને જણાવી દઈએ કે, બેંગલુરુમાં છેલ્લા 24 કલાકમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનના (Omicron Variant) 185 નવા કેસ નોંધાયા છે, આ સાથે કર્ણાટકમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1115 થઈ ગઈ છે. કર્ણાટકના આરોગ્ય પ્રધાન ડૉ કે સુધાકરે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ કોરોનાના વધતા કેસ પર સતત નજર રાખી રહ્યા છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો બુધવારે કોરોના વાયરસના ચેપના 35,756 નવા કેસ નોંધાયા હતા અને 79 દર્દીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર નવા કેસ આવ્યા બાદ કુલ કેસ વધીને 76,05,181 થઈ ગયા છે.

કિશોરોનુ રસીકરણ પૂરજોશમાં

16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 15 થી 18 વર્ષની વય જૂથના બાળકોનું રસીકરણ કવરેજ રસીકરણ માટેની રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. આ અંગે માહિતી આપતાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, બાળકોના રસીકરણની ગતિ ઘણી સારી છે. 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ 3 જાન્યુઆરીથી શરૂ થય હતુ. અહેવાલો અનુસાર 27 જાન્યુઆરી સુધીમાં આંધ્રપ્રદેશના 99 ટકા બાળકોને રસી આપવામાં આવી છે. એ જ રીતે હિમાચલ પ્રદેશમાં 84 ટકા, દિલ્હીમાં 76 ટકા, મધ્યપ્રદેશમાં 75 ટકા, ગુજરાતમાં 72 ટકા અને તમિલનાડુમાં 60 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Corona Vaccine: DCGIની શરતી મંજૂરી બાદ હવે બજારમાં વેચાશે Covishield અને Covaxin, કેટલી હશે કિંમત ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati