Maharashtra Corona Update: કોરોના સંક્રમણના 46,197 નવા કેસો વચ્ચે 52 હજારથી વધુ દર્દીઓ થયા સાજા, મુંબઈમા પણ ઘટી રહી છે રફ્તાર
મુંબઈમાં (Mumbai Corona Update) છેલ્લા ચોવીસ કલાકમાં 15,440 લોકો સંક્રમણમાંથી સાજા થયા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે મુંબઈમાં સંક્રમિત દર્દીઓમાંથી સાજા થનારા લોકોની સંખ્યા લગભગ ત્રણ ટકા વધુ છે.
મહારાષ્ટ્રમાં આજે કોરોના સંક્રમણના (Maharashtra Corona) 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. 46,197 નવા કેસની સાથે 37 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં સંક્રમણના 2,58,569 સક્રિય કેસ છે. મોટી સંખ્યામાં સામે આવેલા કોરોના કેસ (Corona Case) વચ્ચે રાહતના સમાચાર એ છે કે 24 કલાકમાં 52,025 દર્દીઓ કોરોના સંક્રમણમાંથી સાજા પણ થયા છે. માહિતી અનુસાર, નવા કેસમાંથી લગભગ 5 હજાર વધુ દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સાથે ઓમિક્રોનનો (Omicron) ખતરો પણ ઓછો થતો હોય તેમ જણાતું નથી. છેલ્લા ચોવીસ કલાકમાં નવા પ્રકારથી સંક્રમિત 125 દર્દીઓ સામે આવ્યા છે.
રાજધાની મુંબઈમાં કોરોનાની (Mumbai Corona) રફ્તાર હવે થંભી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં, મુંબઈમાં સંક્રમણના 5,708 નવા કેસ નોંધાયા છે, જ્યારે 12 લોકોના મોત થયા છે. મુંબઈમાં નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અગાઉ, રાજધાનીમાં એક દિવસમાં 10 હજારથી વધુ કેસ નોંધાતા હતા, પરંતુ હવે આ સંખ્યા ઘટીને લગભગ પાંચ હજાર થઈ ગઈ છે. મુંબઈમાં, છેલ્લા ચોવીસ કલાકમાં 15,440 લોકો સંક્રમણમાંથી સાજા થયા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે મુંબઈમાં સંક્રમિત દર્દીઓમાંથી સાજા થનારા લોકોની સંખ્યા લગભગ ત્રણ ટકા વધુ છે. રાજધાનીમાં હાલમાં કોરોનાના 22,103 સક્રિય કેસ છે.
નવા સંક્રમિત દર્દીઓ કરતાં વધુ સાજા થયા દર્દીઓ
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના સંક્રમણના 43,697 કેસ નોંધાયા હતા, જે મંગળવાર કરતા ચાર હજાર વધુ હતા. બુધવારે સંક્રમણના કારણે 49 લોકોના મોત થયા હતા. પરંતુ ગુરુવારે 46 હજારથી વધુ કેસ નોંધાયા છે, પરંતુ બુધવારની તુલનામાં મૃત્યુની સંખ્યા ઓછી છે. બુધવારે કોરોનાને કારણે 49 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે આજે 37 લોકોએ જીવ ગુમાવ્યો છે. મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર હવે અટકતી જણાય રહી છે. સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
કોરોનાને કારણે 37 લોકોએ ગુમાવ્યો જીવ
Maharashtra, COVID-19 | 46,197 new cases, 37 deaths and 52,025 recoveries today; 2,58,569 active cases
Today, 125 patients with Omicron infection have been reported in the state pic.twitter.com/odDy3DzrnW
— ANI (@ANI) January 20, 2022
મુંબઈમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
મંગળવારે મુંબઈમાં કોરોનાના કેસ 8 હજારને પાર હતા, પરંતુ આજે આ પાંચ હજાર 708 નવા કેસ નોંધાયા છે. મુંબઈમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. મંગળવારે પુણે શહેરમાં 21 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા, ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા 500ને પાર કરી ગઈ છે. મુંબઈમાં પણ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સંક્રમણનો શિકાર બની રહ્યા છે. રાજધાનીમાં અત્યાર સુધીમાં સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા 10 હજારને વટાવી ગઈ છે.
આ પણ વાંચો : દિલ્હી-મહારાષ્ટ્ર બાદ હવે કેરળ-કર્ણાટકમાં બેકાબુ થયો કોરોના, એક દિવસમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા