કોરોનાનો ફફડાટ : રાજસ્થાને પણ આઠ શહેરમાં લાદયો રાત્રિ કર્ફ્યૂ, મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત

રાજસ્થાનમાં Corona ના કેસ સત વધી રહ્યાં છે. જેમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે મોટો નિર્ણય લીધો છે. ગેહલોત સરકારે રાત્રે 11 વાગ્યા પછી રાજસ્થાનના 8 શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે.

કોરોનાનો ફફડાટ : રાજસ્થાને પણ આઠ શહેરમાં લાદયો રાત્રિ કર્ફ્યૂ, મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત
Rajasthan Jaipur Night File Image
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 21, 2021 | 6:08 PM

રાજસ્થાનમાં Corona ના કેસ સત વધી રહ્યાં છે. જેમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે મોટો નિર્ણય લીધો છે. ગેહલોત સરકારે રાત્રે 11 વાગ્યા પછી રાજસ્થાનના 8 શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. જેમાં જયપુર, અજમેર, ભિલવાડા, જોધપુર, કોટા, ઉદેપુર, સાગવાડા અને કુશલગઢમાં નાઇટ કર્ફ્યુ સવારે 11 થી સવારે 5 વાગ્યા સુધી રહેશે.

મુસાફરોને 72 કલાકની અંદર આરટી-પીસીઆર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવો

તેની સાથે 25 માર્ચથી રાજસ્થાનમાં બહારથી આવતા તમામ મુસાફરોને 72 કલાકની અંદર આરટી-પીસીઆર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત રહેશે. મુસાફરોને એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનો પર રિપોર્ટ બતાવવો પડશે. જેમાં નેગેટિવ રિપોર્ટ વિના આવતા મુસાફરોએ 15 દિવસ માટે કોરોનટાઇન થવું પડશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કોરોનાના દર્દીઑની સંખ્યા ફરીથી 500 ની નજીક પહોંચી

દેશના વિવિધ રાજ્યોની જેમ રાજસ્થાનમાં પણ ફરી એકવાર Corona  બેકાબૂ થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં હવે કોરોનાનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. જેમાં કોરોનાના દર્દીઑની સંખ્યા ફરીથી 500 ની નજીક પહોંચી હોવાનું જોવા મળ્યું છે. જેમાં શનિવારે રાજ્યમાં નવા કોરોના પોઝિટિવની સંખ્યા 445 પર પહોંચી ગઈ છે. જેમાં મહત્વની બાબત એ છે કે રાજધાની જયપુર સહિત અનેક જિલ્લાઓમાં સંક્રમણ ફરી જોવા મળ્યું છે. મળતી માહિતી મુજબ નવ જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓમાં કુલ દર્દીઓના 81 ટકા દર્દીઓ નોંધાયા છે.

આ જિલ્લાઓમાં Corona  ચેપ લાગ્યો છે શનિવારે જયપુરમાં 72. કોટામાં 56, ઉદેપુરમાં 48, જોધપુરમાં 47, ભિલવાડામાં 31, ડુંગરપુરમાં 31, અજમેરમાં 29, રાજસમંદમાં 24 લોકોને કોરોના થયો છે. જ્યારે ચિત્તોડગઢમાં 22, બિકાનેરમાં 15, અલવરમાં 13, વાંસવાડામાં 13, ઝાલાવાડમાં 10, બારાયમાં 5, શ્રીગંગાનગરમાં 5, નાગૌરમાં 5, બાડમેરમાં 3, સીકરમાં 3, ટોંકમાં 3, ઝુંઝુનુમાં 3, બુંદી માં 2, કરૌલીમાં 1, ભરતપુરમાં 1, દૌસામાં 1, ધૌલપુરમાં 1 અને હનુમાનગઢમાં કોરોનાનો એક નવો દર્દી મળી આવ્યો હતો.

સક્રિય કેસની સંખ્યા 3000  આપને જણાવી દઈએ કે Corona  ના દર્દીઓની વધતી સંખ્યાને કારણે રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જે 21 એપ્રિલ સુધી લાગુ રહેશે. તેમજ કોરોના પર કાબૂ મેળવવા માટે લોકોને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. સીએમ ગેહલોતે અધિકારીઓને સૂચના આપી છે કે લોકો દ્વારા પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવે. નોંધનીય છે કે હવે રાજ્યમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 3310 છે આ આંકડાએ પણ ચિંતામાં વધારો કર્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">