AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના નિયમોમાં છૂટછાટ : આંતરરાષ્ટ્રીય મુસાફરોને આજથી મળી રહી છે મોટી રાહત, જાણો સમગ્ર વિગતો

કોવિડ સર્ટિફિકેટ અંગે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ મોટી રાહત આપવામાં આવી છે. હવે મુસાફરો એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરી શકશે.

કોરોના નિયમોમાં છૂટછાટ : આંતરરાષ્ટ્રીય મુસાફરોને આજથી મળી રહી છે મોટી રાહત, જાણો સમગ્ર વિગતો
International Airport (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 3:12 PM
Share

Corona Guidelines : ભારત સહિત વિશ્વમાં કોરોના વાયરસના કેસમાં (Corona Case)  ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે કોવિડ સંબંધિત પ્રતિબંધોને હળવા કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભારતે વિદેશથી આવતા પ્રવાસીઓને પણ મોટી રાહત આપી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ (International Traveller) માટે બનાવવામાં આવેલા નવા નિયમો(Corona Guidelines)  હેઠળ, હવે મુસાફરોએ સાત દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવાની જરૂર રહેશે નહીં.

આ સિવાય આંતરરાષ્ટ્રીય મુસાફરોને એરપોર્ટ પર ફરજિયાત કોવિડ ટેસ્ટિંગમાંથી પણ મુક્તિ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.

પ્રવાસીઓને હોમ ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ મળી

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ હવે સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં (Home quarantine)રહેવાની જરૂર નથી અને આઠમા દિવસે RT-PCR ટેસ્ટ કરાવવાની પણ જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, વિદેશથી આવતા કુલ મુસાફરોમાંથી હાલ માત્ર બે ટકા લોકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને પછી તેમને એરપોર્ટની બહાર જવા દેવામાં આવી રહ્યા છે. કોવિડ સર્ટિફિકેટને લઈને પણ  મુસાફરોને મોટી રાહત આપવામાં આવી છે. હવે મુસાફરો એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરી શકશે. આ ઉપરાંત રસીકરણ પ્રમાણપત્ર (Vaccination Certificate) અપલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ આ નિયમોનું પાલન કરવું પડશે

વિદેશથી આવતા પ્રવાસીઓએ હવે હોમ ક્વોરેન્ટાઈનને બદલે ભારતમાં આગમન પર 14 દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવું પડશે. જો કોઈ પેસેન્જર પહોંચ્યા પછી સ્ક્રિનિંગ દરમિયાન સંક્રમિત જોવા મળે છે અથવા જો તેને સંક્રમણના લક્ષણો જોવા મળે છે, તો તેને તરત જ આઈસોલેટ કરવામાં આવશે. આ પછી યાત્રીને હેલ્થ પ્રોટોકોલ મુજબ હોસ્પિટલ લઈ જવામાં આવશે.

આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકામાં શું કહેવામાં આવ્યુ ?

માર્ગદર્શિકા અનુસાર જો મુસાફરમાં સંક્રમણની પુષ્ટિ થાય છે, તો તેમના નમૂનાઓ જિનોમ સિક્વન્સિંગ અને INSACOG લેબોરેટરી નેટવર્કમાં જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. તે મુજબ તેની સારવાર કરવામાં આવશે.આથી હાલ કોરોના નિયમોમાં છુટછાટ આપવામાં આવી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ઉપર્યુક્ત પ્રોટોકોલનુ પાલન કરવુ પડશે.

આ પણ વાંચો : Coronavirus in India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 34,113 નવા કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં ઘટાડો થયો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">