Corona Questions : કોરોનાને લઇને તમારા મનમાં ઉદભવતા તમામ સવાલોના જવાબ અહીં મેળવો

લોકોના મનમાં કેટલાક સવાલો ઉદ્ભવી રહ્યા છે અને TV9 ગુજરાતી તમારા માટે એક્સપર્ટ પાસેથી આ સવાલોના જવાબ લાવ્યુ છે.

Corona Questions : કોરોનાને લઇને તમારા મનમાં ઉદભવતા તમામ સવાલોના જવાબ અહીં મેળવો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 27, 2021 | 3:49 PM

દેશમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. દેશમાં કોરોનાના કેસમાં જે વધારો નોંધાય રહ્યો છે તેને કારણે આરોગ્ય વ્યવસ્થા ધ્વસ્ત થતી જોવા મળી રહી છે. હોસ્પિટલમાં બેડ નથી તો કોઇ જગ્યાએ ઓક્સિજન નથી, દવાઓની પણ અછત વચ્ચે કેટલાક લોકોએ કાળા બજારી શરૂ કરી દીધી છે. દેશમાં પહેલી વાર રોજના રેકોર્ડ બ્રેક કેસ નોંધાય રહ્યા છે અને તમામ લોકો વાયરસની સામે લડત આપી રહ્યા છે. આજે કોરોના મહામારી શરૂ થયાને લગભગ દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો છે. લોકોનું જીવન હવે પહેલાની જેમ સામાન્ય નથી રહ્યુ તેવામાં કોરોનાને લઇને સોશિયલ મીડિયા પર રોજ નવા નવા મેસેજ અને જાણકારી વાયરલ થાય છે જેમાંથી કેટલીક સાચી તો કેટલીક ખોટી પણ હોય છે જેને કારણે હવે લોકો સમજી નથી શકતા કે શુ સાચું માનવુ અને શુ નહીં ? કોરોનાને કારણે લોકોના મનમાં કેટલાક સવાલો ઉદ્ભવી રહ્યા છે અને ટીવીનાઇન ગુજરાતી તમારા માટે એક્સપર્ટ પાસેથી આ સવાલોના જવાબ લાવ્યુ છે.

શું ઘરે AC અથવા કુલરનો ઉપયોગ કરી શકાય ?

AC – જો તમે ઘરે ACનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તાપમાન 24-30 સેલ્સિયસ વચ્ચે હોવું જોઈએ. 40 થી 70 ટકા ભેજ વાળી હવાને સારી માનવામાં આવે છે, કારણ કે તે પેથોજેન્સ દ્વારા થતી સમસ્યાઓ ઘટાડે છે. આ સિવાય રૂમમાં ઠંડી હવા બહારની હવા સાથે મિક્ષ થવી જોઈએ. જો ચેપગ્રસ્ત અને સ્વસ્થ બંને વ્યક્તિ ઘરમાં રહે છે, તો સેન્ટ્રલાઇઝ્ડ એસી ટાળવું જોઈએ. જુદા જુદા રૂમમાં એસી એકમો હોવા જોઈએ

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Cooler – તમે ઠંડક મેળવવા કૂલરનો ઉપયોગ કરી શકો છો. પરંતુ વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે કુલરએ બહારની હવા પણ ખેંચવી જ જોઇએ. આ સિવાય કુલરની ટાંકીને સ્વચ્છ અને જંતુમુક્ત રાખવી મહત્વપૂર્ણ છે. સમય સમય પર ટાંકીમાંથી પાણી બદલો.

શું કોઇ સંક્રમિત વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યા વગર કોરોના થઇ શકે ?

હાલમાં જ કેટલીક સ્ટડી કરવામાં આવી છે જેમાંથી સાબિત થયુ છે કે કોરોના નાના ડ્રોપલેટ્સને કારણે પણ ફેલાય છે. ખરાબ વેન્ટિલેશન અને બંધ રૂમમાં કોરોનાનો દર્દી આવા નાના ડ્રોપલેટ્સને હવામાં મુક્ત કરે છે અને એસીના કારણે તે અન્ય જગ્યાએ પણ ફેલાય શકે છે. જો તમારી ઓફિસમાં ઘણા બધા લોકો કામ કરતા હોય તો સુનિશ્ચિત કરો કે વેન્ટિલેશન યોગ્ય થઇ રહ્યુ છે.

આઇસોલેશનમાં કેટલો સમય રહેવું ?

જો તમને ત્રણ દિસવથી તાવ નથી અને અન્ય કોઇ લક્ષણ નથી અને જો તમને પહેલી વાર લક્ષણ દેખાયાને 17 દિવસ થઇ ચૂક્યા છે તો તમે આઇસોલેશનમાંથી બહાર આવી શકો છો પરંતુ જો તમને કોઇ ગંભીર બિમારી અથવા તો કમજોરી છે તો તમે ડૉક્ટરની સલાહ મુજબ બહાર નીકળી શકો છો

શું પ્લાઝમાં ડોનેટ કરવું સેફ છે ? અને પ્લાઝમાં ક્યારે ડોનેટ કરી શકાય ?

હાં પ્લાઝમાં ડોનેટ કરવું એકદમ સેફ છે તેનાથી કોઇ સાઇડ ઇફેક્ટ્સ થતી નથી સાથે જ ડોનેશન સેન્ટર કોવિડ સેન્ટરથી દૂર હોય છે એટલે તેનાથી પણ ડરવાની જરૂર નથી અને જો તમે છેલ્લા 28 દિવસમાં કોરોનાને માત આપી છે તો તમે પ્લાઝમા ડોનેટ કરી શકો છો.

18 થી 65 વર્ષની ઉંમરના વ્યક્તિ જ પ્લાઝમા ડોનેટ કરી શકે છે સાથે જ તેમને કોઇ ગંભીર બિમારી ન હોવી જોઇએ. સાથે જ ગર્ભવતી મહિલા કે બાળકને જન્મ આપી ચૂકેલી મહિલા પ્લાઝમા ડોનેટ કરી શકતી નથી. સાથે જ જો તમે પોતે પણ પ્લાઝમા થેરાપી લીધી હોય તો પણ તમે ડોનેટ કરી શકતા નથી. તમારુ વજન 55 કિલોથી વધુ હોવું જોઇએ અને હિમોગ્લોબીલ ઓછામાં ઓછુ 18 હોવું જોઇએ

શું વેક્સિન લીધા પછી આલ્કોહોલનું સેવન કરી શકાય ?

આલ્કોહોલનું સેવન ડાયરેક્ટ વેક્સિનની અસરને ઓછી નથી કરતુ સાથે જ તે એન્ટિબોડી બનવાની પ્રક્રિયા પર પણ અસર નથી કરતુ પરંતુ આલ્કોહોલનું સેવન તમારી ઇમ્યુનિટી ઘટાડી શકે છે માટે વેક્સિન લીધા બાદ કેટલાક ડૉક્ટર આલ્કોહોલના સેવન માટે મનાઇ ફરમાવે છે

જો કોરોના પોઝીટીવ આવે તો શુ કરવુ ?

જો તમને કોરોના પોઝીટીવ આવે તો ડરવાની જરૂર નથી. તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરીને યોગ્ય ઇલાજ મેળવો સાથે જ પોતાની જાતને આઇસોલેટ કરીને મનને મજબૂત રાખો. ઓક્સિજન લેવલ દિવસમાં 6 થી 7 વાર ચેક કરતા રહો. જો ઓક્સિજન લેવલ ઓછુ નોંધાય તો તમારા ડૉક્ટરની સલાહ લઇને હોસ્પિટલમાં દાખલ થઇ શકો છો બાકી તમે ઘરમાં જ પોતાનો ઇલાજ કરી સ્વસ્થ થઇ શકો છો.

વેક્સિન માટે રજીસ્ટ્રેશન કઇ રીતે કરવું ?

સરકાર પહેલી મે થી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેશનની શરૂઆત કરવા જઇ રહી છે જેના માટે રજીસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થઇ રહ્યુ છે તમે www.selfregistration.cowin.gov.in પર જઇને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. રજીસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા નીચે પ્રમાણે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">