આસામના CM હિમંતા બિસ્વા સરમાના નિવેદન પર વિવાદ, તેલંગાણા કોંગ્રેસ 709 પોલીસ સ્ટેશનમાં કરશે ફરિયાદ

આસામના CM હિમંતા બિસ્વાના રાહુલ ગાંધી પરના નિવેદન બાદ કોંગ્રેસ આક્રમક બની છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડકેએ તેમના નિવેદનની આકરી નિંદા કરી છે.

આસામના CM હિમંતા બિસ્વા સરમાના નિવેદન પર વિવાદ, તેલંગાણા કોંગ્રેસ 709 પોલીસ સ્ટેશનમાં કરશે ફરિયાદ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 6:35 PM

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (CM Himanta Biswa Sarma) રાહુલ ગાંધી પર વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિએ (Telangana Congress Committee)આજે ​​એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાને તાત્કાલિક બરતરફ કરવા અને તેમની સામે ફોજદારી કેસ નોંધવાની માંગ કરવામાં આવી હતી.

709 પોલીસ સ્ટેશનોમાં સરમા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવશે

તેલંગાણા કોંગ્રેસના વડા રેવન્ત રેડ્ડીએ કહ્યું કે, CM હિમંતા બિસ્વા સરમાની ટિપ્પણી ગાંધી પરિવાર કે કોંગ્રેસ વિરુદ્ધ નથી, પરંતુ માતૃત્વનું અપમાન છે. કોંગ્રેસના કાર્યકરો 14 ફેબ્રુઆરીએ તેલંગાણાના તમામ 709 પોલીસ સ્ટેશનોમાં સરમા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવશે.

તમે રાજીવ ગાંધીના પુત્ર છો કે નહીં ?

તમને જણાવી દઈએ કે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીને (Rahul Gandhi) લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની ભાષા જિન્નાહ જેવી જ છે. ઉપરાંત તેમણે રાહુલ ગાંધીને આધુનિક જિન્નાહ પણ કહ્યા હતા.બિસ્વાએ કહ્યુ કે,એવું લાગે છે કે રાહુલ ગાંધીની અંદર જિન્નાનું ભૂત ઘુસી ગયું છે. આ પહેલા ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન CM બિસ્વાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ દેશના પ્રથમ સંરક્ષણ વડા સ્વર્ગસ્થ બિપિન રાવતના (Bipin Rawat) નેતૃત્વમાં પાકિસ્તાનમાં સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા હતા. પરંતુ શું અમે ક્યારેય સાબિતી માગી છે કે તમે રાજીવ ગાંધીના પુત્ર છો કે નહીં ?

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સર્જિકલ સ્ટ્રાઈકને લઈને CM બિસ્વાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

CM બિસ્વા સરમાએ કહ્યું કે કોંગ્રેસે વિશ્વાસ કરવો જોઈએ કે તેણે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરી હતી અને તેમાં કોઈ વિવાદ ન હોવો જોઈએ. તેમણે કોંગ્રેસની એ વાત માટે પણ ટીકા કરી હતી કે એક સમયે જનરલ રાવતના કટઆઉટ લગાવીને તેમના નામ પર કોંગ્રેસ વોટ માંગી રહી છે.

આ પણ વાંચો : Jammu Kashmir: હિજાબ વિવાદ પર મહેબૂબા મુફ્તીએ ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું કે ચૂંટણીના ફાયદા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે

g clip-path="url(#clip0_868_265)">