Maharashtra: સુપરમાર્કેટમાં વાઇનના વેચાણ સામે હાલ ભૂખ હડતાળ નહિ કરે અણ્ણા હજારે, જાણો શું છે સમગ્ર મામલો ?

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતાથી અણ્ણા હજારે સંતુષ્ટ નથી. રાલેગણસિદ્ધિની ગ્રામસભામાં બોલતી વખતે તેઓ રાજ્ય સરકારથી નારાજ જોવા મળ્યા હતા.

Maharashtra: સુપરમાર્કેટમાં વાઇનના વેચાણ સામે હાલ ભૂખ હડતાળ નહિ કરે અણ્ણા હજારે, જાણો શું છે સમગ્ર મામલો ?
Anna Hazare (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 5:59 PM

Maharashtra : સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ (Anna Hazare) સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં વાઇન વેચવાની (Wine) મંજૂરી આપવાના મહારાષ્ટ્ર સરકારના (Maharashtra Govt) નિર્ણય સામે 14 ફેબ્રુઆરીથી અનિશ્ચિત ઉપવાસ અને આંદોલનની ચેતવણી આપી હતી. આ પછી સરકારે તેમને ઉપવાસ ન કરવા વિનંતી કરી હતી.

રાજ્ય સરકારે આપેલી સ્પષ્ટતાથી પણ અણ્ણા સંતુષ્ટ નથી

રવિવારે અણ્ણા હજારેના ગામ રાલેગણસિદ્ધિની ગ્રામસભામાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. ગ્રામસભાની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે અણ્ણાની ઉંમર 84 વર્ષની થઈ ગઈ છે. આ ઉંમરે અણ્ણાને ઉપવાસ કરવા દેવા એ યોગ્ય નથી. ગ્રામસભાએ અણ્ણાને પોતાનો નિર્ણય રોકવા માટે અપીલ કરી હતી. બાદમાં અણ્ણાએ ગ્રામસભાના નિર્ણયને સ્વીકાર્યો અને ઉપવાસનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આપેલી સ્પષ્ટતાથી પણ અણ્ણા સંતુષ્ટ નથી. રાલેગણસિદ્ધિની ગ્રામસભામાં બોલતી વખતે તેઓ રાજ્ય સરકારથી નારાજ દેખાયા. તેણે કહ્યુ કે “તમારા રાજ્યમાં બાકીનું જીવન જીવવાની કોઈ ઈચ્છા નથી.”

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સરકારે જનતાનો અભિપ્રાય લીધા બાદ જ અંતિમ નિર્ણય લેવો જોઈએ

આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં સરકારને આગામી 90 દિવસમાં જનતાનો અભિપ્રાય લેવાની સલાહ આપી છે, ત્યારબાદ જ તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ ઠરાવ ગ્રામસભામાં પસાર કરવામાં આવ્યો હતો અને ગ્રામસભા વતી અરુણ ભાલેકર સહિત તમામ સભ્યોની અપીલને ધ્યાનમાં લઈને અણ્ણાએ હાલ પૂરતું ઉપવાસ આંદોલન સ્થગિત કર્યુ છે.

જનતા પર કોઈ નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો નહિ

વધુમાં અણ્ણાએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, ‘મારે હવે તમારા રાજ્યમાં રહેવાની કોઈ ઈચ્છા નથી. મેં સરકારને આ સંદેશો પહોંચાડ્યો છે. આ પછી મને મનાવવા અને સમજાવવાના સરકારી સ્તરે પ્રયાસો શરૂ થયા. પણ તેનો કોઈ ફાયદો નથી. જે પણ નિર્ણય લેવાનો હોય તે લોકોનો અભિપ્રાય જાણીને લેવો જોઈએ.

માદક દ્રવ્યોના કારણે ઘણા લોકોના જીવન બરબાદ થઈ ગયા છે. મેં મારી ઉંમર દેશ અને સમાજ માટે આપી છે. હું આવા ખોટા નિર્ણયને પડકારતો રહીશ. પોતાની મરજીથી કોઈપણ નિર્ણય લઈને જનતા પર કોઈ નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો નહિ.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર : ઠાકરે સરકાર 10 માર્ચ બાદ પડી ભાંગશે, BJP પ્રદેશ અધ્યક્ષના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો

g clip-path="url(#clip0_868_265)">