કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કરી માગ, જાતીય સતામણી કેસમાં તપાસ બાદ યોગ્ય પગલા લો
ઉત્તર પ્રદેશ કોંગ્રેસે સિંહને WFI માંથી કાઢી મૂકવાની માગ કરી હતી અને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ભાજપ સાબિત કરે કે તેઓ મહિલાઓ સામેના ગુનાઓ પ્રત્યે ખરેખર ગંભીર છે. નકુલ દુબેએ ગુરુવારે કહ્યું કે, WFI બ્રિજ ભૂષણ શરણ સિંહને તાત્કાલિક બરતરફ કરવામાં આવે અને યોગ્ય તપાસ માટે FIR નોંધવામાં આવે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન શોષણના આરોપોની તપાસની માગ કરી છે. તેમણે કહ્યું કે આ બાબતની તપાસ થવી જોઈએ અને જો દોષી સાબિત થાય તો જરૂરી પગલાં લેવા જોઈએ. બે ઓલિમ્પિક મેડલ વિજેતા સહિત મહિલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય શોષણ અને માનસિક ઉત્પીડનના ગંભીર આરોપો લગાવ્યા છે. જેને લઈને ફેડરેશનના ઘણા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ સામે મોરચો ખોલ્યો છે, જેમાં પ્રખ્યાત રેસલર બજરંગ પુનિયા પણ સામેલ છે.
આરોપોની તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ: પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું, અમારા ખેલાડીઓ દેશનું ગૌરવ છે. તેઓ વિશ્વ સ્તરે તેમના પ્રદર્શન દ્વારા દેશનું ગૌરવ વધારે છે. ખેલાડીઓએ રેસલિંગ ફેડરેશન અને તેના પ્રમુખ પર શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ખેલાડીઓનો અવાજ સાંભળવો જોઈએ. આરોપોની તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ.
हमारे खिलाड़ी देश की शान हैं। विश्व स्तर पर अपने प्रदर्शन से वे देश का मान बढ़ाते हैं। कुश्ती फेडरेशन व उसके अध्यक्ष पर खिलाड़ियों ने शोषण के गंभीर आरोप लगाए हैं। इन खिलाड़ियों की आवाज सुनी जानी चाहिए।
आरोपों की जांच कर उचित कार्रवाई की जानी चाहिए।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 19, 2023
આ પણ વાંચો : બ્રિજ ભૂષણ સિંહની હકાલપટ્ટી પાક્કી, અયોધ્યામાં લેવાશે મોટો નિર્ણયઃ સૂત્રો
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી સાંસદ બ્રિજ ભૂષણ સિંહ દ્વારા જાતીય સતામણીના આરોપો વચ્ચે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની અને તેમની હકાલપટ્ટીની માગ કરી છે. બ્રિજ ભૂષણ શરણ સિંહ ઉત્તર પ્રદેશની કૈસરગંજ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે.
બ્રિજ ભૂષણને બરતરફ કરવા જોઈએ
ઉત્તર પ્રદેશ કોંગ્રેસે પણ સિંહને ડબલ્યુએફઆઈમાંથી કાઢી મૂકવાની માગ કરી હતી અને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ભાજપ સાબિત કરે કે તેઓ મહિલાઓ સામેના ગુનાઓ પ્રત્યે ખરેખર ગંભીર છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી નકુલ દુબેએ ગુરુવારે કહ્યું કે, WFI બ્રિજ ભૂષણ શરણ સિંહને તાત્કાલિક બરતરફ કરવામાં આવે અને યોગ્ય તપાસ માટે FIR નોંધવામાં આવે. તેમજ ભાજપે તેમની સામે કાર્યવાહી કરીને સાબિત કરવું જોઈએ કે બેટી બચાવો જેવા નારા માત્ર પ્રચાર માટે નથી.
વડાપ્રધાને જાતીય સતામણીના કેસમાં સંજ્ઞાન લેવું જોઈએ
આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા સમાજવાદી પાર્ટીના પ્રવક્તા સુનિલ સિંહ સાજને કહ્યું કે, આ સમાચારમાં સૌથી વધુ હેરાન કરનારી વાત એ છે કે જે છોકરીઓ આપણા દેશ માટે ઓલિમ્પિક અને અન્ય સ્પર્ધાઓમાં રમે છે તેઓ આજે તેમના જાતીય સતામણીનો વિરોધ કરી રહી છે. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે તેઓ આ મુદ્દા પર ધ્યાન આપે અને બ્રિજ ભૂષણ શરણ સિંહને તાત્કાલિક હટાવે, તેમની સામે પણ એફઆઈઆર નોંધવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે.
ઈનપુટ – ભાષા