કોંગ્રસ નેતા રાહુલ- પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના માતા હીરા-બાના સારા સ્વાસ્થ્ય માટે કામના કરી

પીએમ મોદીના માતા હીરાબાને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાના ખબર અંતર પુછવા હાલ ધારાસભ્યો, મંત્રીઓ અને અધિકારીઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે.આ દરમ્યાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પીએમ મોદીના માતા હીરા બા સારા સ્વાસ્થ્ય અંગે કામના કરી છે. રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2022 | 5:17 PM

પીએમ મોદીના માતા હીરાબાને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાના ખબર અંતર પુછવા હાલ ધારાસભ્યો, મંત્રીઓ અને અધિકારીઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત હાલ સ્થિર હોવાના સમાચાર સામે આવ્યા છે.આ દરમ્યાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પીએમ મોદીના માતા હીરા બા સારા સ્વાસ્થ્ય અંગે કામના કરી છે. રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કરી હતી.

યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા હીરા બાના સ્વાસ્થ્ય અંગેનું બુલેટિન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં હીરા બાની તબિયત હાલ સ્થિર હોવાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. હીરા બાની તબિયત થોડી નાદુરસ્ત હોવાના પગલે વહેલી સવારે તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

PM Modi યુ. એન. મહેતા હોસ્પિટલમાં માતા હીરા બા ના ખબર – અંતર પૂછશે. પીએમ મોદી યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. તેમજ યુ.એન મહેતાના તમામ દર્દીઓના સગાને સુચના દર્દી સાથે નક્કી કરાયેલ એક જ વ્યક્તિ હાજર રહેશે. તેમજ પ્રધાનમંત્રી ના સમય દરમિયાન કોઈપણ પ્રકારની અવરજવર દર્દીના સગા કરી શકશે નહીં

વડાપ્રધાન મોદીના માતા હીરાબા 100 વર્ષ પૂર્ણ કર્યા છે. હીરા બાએ આ વર્ષે જૂન મહિનામાં જ 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમની ઊંમરના કારણે તેમની તબિયત નાદુરસ્ત થતા તેમની વહેલી સવારે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાના સ્વાસ્થ્યના સમાચાર સાંભળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  અમદાવાદ આવ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">