કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ : BJPમાં જોડાવાના મામલે ભડક્યા કોંગ્રેસ નેતા મનીષ તિવારી, આપ્યુ આ મોટુ નિવેદન
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમે અમારા જીવનના 40 વર્ષ આ પાર્ટીને આપી દીધા છે. અમારા પરિવારે આ દેશની એકતા અને અખંડિતતા માટે લોહી વહાવ્યું છે. અમે વૈચારિક રાજનીતિમાં માનીએ છીએ.
Assembly Election : BJP માં જોડાવાના મામલે કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ (Manish Tiwari) કહ્યું કે, અમે કોંગ્રેસ પાર્ટી નહીં છોડીએ પરંતુ જો કોઈ મને પાર્ટીમાંથી (Congress Party) બહાર ફેંકવા માંગે છે તો તે અલગ વાત છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારા વિશે મોટી અફવાઓ ઉડી રહી છે કે તમે પણ ભાજપમાં જોડાઈ જશો.
જવાબમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘અમે કોંગ્રેસ પાર્ટીમાં થોડા ભાડુઆત છીએ, અમે શેરહોલ્ડર છીએ. જો કોઈ તેને બહાર ધકેલવા માંગે છે, તો તે બીજી બાબત છે. અમે અમારા જીવનના 40 વર્ષ આ પાર્ટીને આપ્યા છે. અમારા પરિવારે આ દેશની એકતા અને અખંડિતતા માટે લોહી વહાવ્યું છે. અમે વૈચારિક રાજનીતિમાં માનીએ છીએ.’
અમે કોંગ્રેસ પાર્ટીમાં ભાડુઆત નથી : મનીષ તિવારી
#WATCH | “Will not leave Congress party but if someone wants to push me out (dhakke mar kar bahar nikalega) of the party that’s a different thing,” Congress leader Manish Tiwari (16.02) pic.twitter.com/5MHAsClCx3
— ANI (@ANI) February 17, 2022
કોંગ્રેસ પાર્ટીમાં ફરી એકવાર આંતરિક વિખવાદ વધી ગયો
તમને જણાવી દઈએ કે, પંજાબના પૂર્વ સાંસદ અશ્વિની કુમારના (Ashwini Kumar) રાજીનામા બાદ કોંગ્રેસ પાર્ટીમાં ફરી એકવાર આંતરિક વિખવાદ વધી ગયો છે. પંજાબના નેતાઓ સહિત G23 જૂથે ચિંતા વ્યક્ત કરી છે. ઉપરાંત મનીષ તિવારીએ પણ તેને ખૂબ જ દુઃખની વાત ગણાવી હતી. કોંગ્રેસ પાર્ટી પર સવાલ ઉઠાવતા તિવારીએ કહ્યુ કે, ‘ દુર્ભાગ્યપૂર્ણ છે કે અશ્વિની કુમારને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી.’ વધુમાં તેમણે કહ્યું કે ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને(Sonia Gandhi) તેમના રાજીનામા પત્રમાં જે લખ્યું છે તેમાં થોડું સત્ય હોઈ શકે છે અને 2020 માં G23 નેતાઓએ પણ આ જ ચિંતા વ્યક્ત કરી હતી.
પાર્ટીમાંથી વરિષ્ઠ નેતાઓનું જવુ એ ચિંતાનો વિષય
ઉલ્લેખનીય છે કે, અશ્વિની કુમારે કોંગ્રેસ સાથેના દાયકાઓ જૂના સંબંધોને સમાપ્ત કરીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ હતુ કે, પાર્ટીમાંથી વરિષ્ઠ નેતાઓનું બહાર નીકળવું એ ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો : UP Election 2022 : ફિરોઝાબાદમાં આજે અખિલેશ યાદવ અને અમિત શાહની રેલી, ડેપ્યુટી સીએમ કેશવ જસરાનામાં કરશે જનસભા
આ પણ વાંચો : Uttarakhand : હિમાલયના બર્ફીલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા ITBPના જવાનો, વીડિયો જોઈને સૌ કોઈ ગર્વથી સલામ કરશે