AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અશ્વિની કુમારના રાજીનામામાં લખવામાં આવેલી વાતમાં સત્ય હોઈ શકે છે, 2020માં G23 નેતાઓએ ઉઠાવ્યો હતો મુદ્દો- મનીષ તિવારી

અશ્વિની કુમારે કોંગ્રેસ સાથેના દાયકાઓ જૂના સંબંધોને સમાપ્ત કરીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસની બહાર રાષ્ટ્રીય હિતની વધુ સારી સેવા કરી શકે છે.

અશ્વિની કુમારના રાજીનામામાં લખવામાં આવેલી વાતમાં સત્ય હોઈ શકે છે, 2020માં G23 નેતાઓએ ઉઠાવ્યો હતો મુદ્દો- મનીષ તિવારી
Congress leader and former Union Minister Manish Tiwari (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 11:54 PM
Share

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ બુધવારે કહ્યું હતું કે પૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન અશ્વની કુમારે (Ashwani Kumar) પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના રાજીનામા પત્રમાં જે લખ્યું હતું તેમાં થોડું સત્ય હોઈ શકે છે અને 2020માં G23 નેતાઓએ પણ આ જ ચિંતા વ્યક્ત કરી હતી. અશ્વિની કુમારે કોંગ્રેસ સાથેના દાયકાઓ જૂના સંબંધોને સમાપ્ત કરીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસની બહાર રાષ્ટ્રીય હિતની વધુ સારી સેવા કરી શકે છે. રાજીનામાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે પાર્ટીમાં નેતૃત્વનો અભાવ છે.

અશ્વિની કુમારે કહ્યું કે કોંગ્રેસ પોતાને ફરીથી સ્થાપિત કરવામાં અસમર્થ રહી છે અને સતત ધરાતલ તરફ આગળ વધી રહી છે. પૂર્વ કાયદા મંત્રીએ વધુમાં કહ્યું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા અને ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણથી સંબંધિત તાજેતરના વિવાદોએ તેમને પદ છોડવાનો નિર્ણય લેવા માટે મજબૂર કર્યા.

સુનીલ જાખડ પર મનીષ તિવારીએ શું કહ્યું?

મનીષ તિવારી G-23નો ભાગ હતા, જે અસંતુષ્ટ કોંગ્રેસના નેતાઓના જૂથ હતા, જેમણે સંગઠનાત્મક પરિવર્તનની માંગ કરી હતી. આનંદપુર સાહિબના સાંસદે કહ્યું કે કુમારનું રાજીનામું “આપણામાંથી મોટાભાગના લોકો માટે ખૂબ જ ચિંતાનો વિષય હતો”. મનીષ તિવારીએ કહ્યું કે, તેઓ એક સારા વ્યક્તિ છે, ખૂબ જ સારા વકીલ છે, જેની પાસે ઉત્તમ દલીલો છે. તેમણે રાજીનામામાં જે કહ્યું છે તેમાં કંઈક સત્ય હોઈ શકે છે. આ ચિંતાઓ 2020માં G23 જૂથ દ્વારા પાર્ટી હાઈકમાન્ડના ધ્યાન પર લાવવામાં આવી હતી.

પરંતુ તેમની નજર રાજ્યસભાની એક સીટ પર છે. આ સાથે જ તેમણે સુનીલ જાખડ પર નિશાન સાધતા કહ્યું કે પંજાબમાં હિંદુ-શીખનો મુદ્દો ઉઠાવનારા પાકિસ્તાનની આઈએસઆઈના હાથમાં રમી રહ્યા છે.

અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા અને ‘G23’ જૂથના કેટલાક અન્ય નેતાઓએ મંગળવારે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અશ્વિની કુમાર દ્વારા પાર્ટી છોડવા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે તે “સામૂહિક ચિંતા”નો વિષય છે. રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર શર્માએ ટ્વિટ કર્યું, “અમારા મૂલ્યવાન સાથી અશ્વિની કુમારને કોંગ્રેસ છોડતા જોઈને દુઃખ થયું. ચાર દાયકા સુધી પાર્ટીની સેવા કરનાર વ્યક્તિ જતી રહી તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ સામૂહિક ચિંતાનો વિષય છે.”

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું કે, “અશ્વિની કુમારના કોંગ્રેસ છોડવાના સમાચાર દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. તે મારા જૂના મિત્ર છે અને સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારના છે.” પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું કે, દુઃખદ. અમારી વચ્ચે મતભેદો હતા, પરંતુ આ મતભેદો ખૂબ જ સભ્ય રીતે હતા. દુર્ભાગ્યપૂર્ણ છે કે અશ્વિની કુમારને આ નિર્ણય લેવાની ફરજ પડી. શર્મા, તિવારી અને હુડ્ડા ‘G23’ જૂથના નેતાઓમાં સામેલ છે જેમણે ઓગસ્ટ 2020માં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાં સંગઠન ચૂંટણીની માંગ કરી હતી.

આ પણ વાંચો :  દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને મળ્યો આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, સીએમ સરમાએ ‘આસામ વૈભવ’ આપીને કર્યા સન્માનિત

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">