UP Election 2022 : ફિરોઝાબાદમાં આજે અખિલેશ યાદવ અને અમિત શાહની રેલી, ડેપ્યુટી સીએમ કેશવ જસરાનામાં કરશે જનસભા

UP Election 2022 : 59 બેઠકો સાથેનો ત્રીજો તબક્કો દરેક પક્ષ માટે જરૂરી છે. સમાજવાદી પાર્ટી પાછલા પરિણામોને પોતાની તરફેણમાં લાવવા માંગે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધને 59માંથી 49 બેઠકો જીતી હતી.

UP Election 2022 : ફિરોઝાબાદમાં આજે અખિલેશ યાદવ અને અમિત શાહની રેલી, ડેપ્યુટી સીએમ કેશવ જસરાનામાં કરશે જનસભા
Akhilesh Yadav and Amit Shah Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 9:49 AM

UP Election 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 (UP Election)ના બે તબક્કા માટે મતદાન થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કા માટે 20 ફેબ્રુઆરીએ યુપીના 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાની ચૂંટણી પહેલા બીજેપી અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ  ( Akhilesh Yadav )ગુરુવારે ફિરોઝાબાદમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. ફિરોઝાબાદમાં જ્યાં સપા પોતાનો ગઢ બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ફિરોઝાબાદ જિલ્લામાં 20 ફેબ્રુઆરીએ મતદાન થશે અને ચૂંટણી પ્રચાર 18 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.

ગુરુવારે ભાજપના નેતાઓ વિવિધ વિધાનસભાઓમાં રેલીઓ કરશે. નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય સવારે 11 વાગ્યે જસરાણા વિધાનસભા મતવિસ્તારના નાગલા ખુયતાન ગામમાં ભાજપના ઉમેદવાર માનવેન્દ્ર પ્રતાપ સિંહ લોધી માટે રેલીને સંબોધિત કરશે. આ પછી ગૃહમંત્રી અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરવા આવશે.

સપા સુપ્રીમો અખિલેશ યાદવ જિલ્લાની 4 વિધાનસભાઓમાં અલગ-અલગ ઉમેદવારો માટે જાહેર સભાને સંબોધશે. તેઓ સવારે 11:50 વાગ્યે નસીરપુર વિસ્તારમાં ઉમેદવાર સર્વેશ યાદવના સમર્થનમાં જાહેર સભા કરશે. બપોરે 12:30 વાગ્યે, પીડી જૈન ઈન્ટર કોલેજ ગ્રાઉન્ડ ખાતે સપાના ઉમેદવાર સૈફુર રહેમાન ઉર્ફે ચૂટનભાઈના સમર્થનમાં જાહેર સભાને સંબોધશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ત્રીજો તબક્કો દરેક પાર્ટી માટે જરુરી

59 બેઠકો સાથેનો ત્રીજો તબક્કો દરેક પક્ષ માટે જરૂરી છે. ભાજપ છેલ્લી વખતનું પ્રદર્શન જાળવી રાખવા માંગે છે જ્યારે સમાજવાદી પાર્ટી પાછલા પરિણામોને પોતાની તરફેણમાં લાવવા માંગે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધને 59માંથી 49 બેઠકો જીતી હતી. સમાજવાદી પાર્ટીને 8 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસ અને બસપાને માત્ર એક-એક સીટ મળી છે. ત્રીજા તબક્કામાં જે 16 જિલ્લામાં ચૂંટણી થવાની છે તેમાંથી 9 જિલ્લા યાદવ પ્રભુત્વવાળા છે.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હિન્દુત્વની લહેર પર સવાર હતી, જેનો ફાયદો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ વખતે પણ મુસ્લિમ અને હુલ્લડ જેવા શબ્દોના પડઘા બાદ સૌથી વધુ અવાજ હિજાબ પર થઈ રહ્યો છે. ત્રીજા તબક્કામાં યાદવનું પ્રભુત્વ ધરાવતી 30 બેઠકો છે અને આ બેઠકો ફિરોઝાબાદ, કન્નૌજ, મૈનપુરી, ઇટાવા જેવા જિલ્લાઓમાં આવે છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આ મૈનપુરીની કરહાલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કાકા શિવપાલ યાદવ અખિલેશને જીતાડવા માટે જૂની વાતો ભૂલીને પ્રચાર કરી રહ્યા છે.

આ પણ વાંચો : IND vs WI: ડેબ્યૂ કરનારા લેગ સ્પિનર પર ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફીદા, એક જ મેચના અનુભવને જોઇ કહ્યુ તેનુ ભવિષ્ય ઉજ્જળ

g clip-path="url(#clip0_868_265)">