AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીના વિરોધમાં મોદી સરકારનું કર્યુ સમર્થન, ટ્વીટ પાછુ ખેંચવા દબાણ કરાતા એન્ટોનીના પુત્રે કોંગ્રેસને કર્યુ અલવિદા

બીબીસીની આ ડોક્યુમેન્ટરી બે ભાગમાં છે, જે 2002ના ગુજરાત રમખાણો સાથે સંબંધિત કેટલાક પાસાઓની તપાસ પર આધારિત હોવાનો દાવો કરે છે.

BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીના વિરોધમાં મોદી સરકારનું કર્યુ સમર્થન, ટ્વીટ પાછુ ખેંચવા દબાણ કરાતા એન્ટોનીના પુત્રે કોંગ્રેસને કર્યુ અલવિદા
ANTONY ANIL
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 4:38 PM
Share

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટનીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અનિલ એન્ટોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રમખાણો પર બનેલી BBCની ડોક્યુમેન્ટરીનો વિરોધ કર્યો હતો. આ મુદ્દે અનિલ એન્ટનીએ મોદી સરકારને સમર્થન આપ્યું હતું. તેણે કહ્યું કે મારા પર ટ્વીટ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. અનિલ એન્ટનીએ કહ્યું હતું કે, ભારતીય સંસ્થાઓ પર બ્રિટિશ બ્રોડકાસ્ટરના વિચારને મહત્વ આપવાથી દેશની સાર્વભૌમત્વને અસર થશે.

કોંગ્રેસ છોડવાની જાહેરાત કરતા અનિલ એન્ટોનીએ ટ્વિટર પર લખ્યું, “મેં કોંગ્રેસમાં મારા તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. મારા પર ‘અસહિષ્ણુતા’ દ્વારા ટ્વીટ પાછું લેવા માટે ભારે દબાણ કરવામાં આવી રહ્યું હતું, તે પણ એવા લોકો તરફથી, જેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ઊભા રહેવાની વાત કરે છે. પરંતુ મેં ટ્વીટ પાછુ ખેંચવાની ના પાડી દીધી હતી.

એક પત્રમાં અનિલ એન્ટનીએ કોઈનું નામ લીધા વિના કોંગ્રેસ નેતૃત્વ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, “હવે મને એ વાત સારી રીતે ખબર છે કે તમે, તમારા સાથીદારો અને નેતૃત્વની આસપાસના જૂથો માત્ર ચાપલુસી કરનાર અને લાલચુઓના ટોળા સાથે કામ કરવા માગે છે. જે તમારા ઇશારે કામ કરે છે. તે યોગ્યતાનો એકમાત્ર માપદંડ બની ગયો છે.

સમર્થનમાં અનિલ એન્ટોનીએ શું કહ્યું?

અનિલ એન્ટોનીએ કેરળ કોંગ્રેસ પાર્ટીના ડિજિટલ કોમ્યુનિકેશન ક્ષેત્રે જવાબદારી સંભાળી ચૂક્યા છે. અનિલ એન્ટોનીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ભાજપ સાથે મતભેદ હોવા છતા, મને લાગે છે કે, તેઓ ભારતમાં બીબીસીના વિચારોને જબજદસ્તીથી લાદી રહ્યાં છે. જે ચેનલનો ભારત વિરોધી પૂર્વગ્રહ રહ્યાં હોવાનો લાંબો ઈતિહાસ રહ્યો હોય, ઈરાક યુદ્ધ પાછળ જેનુ દિમાગ છે તેવા જેક સ્ટ્રોનું સમર્થન કરીને ભારતમાં સંવિધાનિક સંસ્થાઓ વિરુદ્ધ દાખલો બેસાડવા માંગે છે. આપણા સાર્વભૌમત્વને નબળુ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેક સ્ટ્રો 2002માં તત્કાલિન બ્રિટિશ વિદેશ મંત્રી હતા.

બીબીસી ડોક્યુમેન્ટરી બે ભાગમાં

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગોધરા રમખાણો પર બીબીસીની આ ડોક્યુમેન્ટ્રી બે ભાગમાં છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે 2002ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેટલાક પાસાઓની તપાસ પર આધારિત છે. 2002માં નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન હતા.

g clip-path="url(#clip0_868_265)">