Helicopter Crash: ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત હજુ પણ નાજુક, આખો દેશ સ્વાસ્થ્ય માટે કરી રહ્યો છે પ્રાર્થના

|

Dec 11, 2021 | 10:08 PM

ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહે અગાઉ ગયા વર્ષે તેજસ એરક્રાફ્ટની ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન મોટી ટેકનિકલ ખામી સર્જાતાં કટોકટીમાં એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું અને તે બચી ગયા હતા.

Helicopter Crash: ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત હજુ પણ નાજુક, આખો દેશ સ્વાસ્થ્ય માટે કરી રહ્યો છે પ્રાર્થના
Group Captain Varun Singh

Follow us on

હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter Crash) એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની (Group Captain Varun Singh) હાલત ગંભીર છે, પરંતુ તે સ્થિર છે. વાયુસેનાના (Air Force) અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ 8 ડિસેમ્બરના હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત અને અન્ય 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હાલ બેંગલુરૂની કમાન્ડ હોસ્પિટલમાં દાખલ છે. આખો દેશ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે.

તેના માતા-પિતા પણ બેંગ્લોર પહોંચી ગયા છે. જ્યારે તેણે પોતાના પુત્રને ICU ની બહારથી જોયો તો તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પરંતુ પછી પોતાની જાતને સંભાળીને કહ્યું કે મારો પુત્ર યોદ્ધા છે અને આ લડાઈમાં પણ જીતીને પાછો ફરશે. વરુણ સિંહ વિશેની આ માન્યતા માત્ર તેના માતા-પિતાની જ નહીં પરંતુ તેને ઓળખનાર દરેક વ્યક્તિની પણ છે, કારણ કે તેના જુસ્સા અને હિંમતને કારણે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ આ પહેલા પણ મોતને હરાવી ચૂક્યા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને આ વર્ષે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા
ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહે અગાઉ ગયા વર્ષે તેજસ એરક્રાફ્ટની ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન મોટી ટેકનિકલ ખામી સર્જાતાં કટોકટીમાં એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું અને તે બચી ગયા હતા. તેમની બહાદુરી માટે તેમને આ વર્ષે શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા. વરુણ સિંહને આ વર્ષની શરૂઆતમાં વીરતા માટે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

યુપીના દેવરિયાના છે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રૂદ્રપુર તાલુકામાં આવેલા કનહોલી ગામના વતની છે. વરુણ સિંહ હાલમાં ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન તરીકે પોસ્ટેડ છે અને તમિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (DSSC) ના ડાયરેક્ટીંગ સ્ટાફ છે. વરુણ સિંહના પિતા કર્નલ કેપી સિંહ પણ સેનામાંથી નિવૃત્ત છે. જો કે હાલમાં તેનો પરિવાર મધ્યપ્રદેશના ભોપાલમાં રહે છે.

 

આ પણ વાંચો : સંસદમાં કોઈપણ બિલ કાયદો કેવી રીતે બને છે ? જાણો શું હોય છે તેની પ્રક્રિયા ?

આ પણ વાંચો : ‘ટ્વિટ અને કેંડલ માર્ચથી ભાજપને નહીં હરાવી શકો’ પ્રશાંત કિશોરનો રાહુલ ગાંધીને ટોણો, PM મોદીને લઈને કહી આ મોટી વાત

Next Article